Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ડૉ. એસ જયશંકરે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દિનેશ ગુણવર્દને સાથે મુલાકાત કરી

ડૉ. એસ જયશંકરે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દિનેશ ગુણવર્દને સાથે મુલાકાત કરી

46
0

(જી.એન.એસ) તા. 20

નવી દિલ્હી/કોલમ્બો,

ભારતના વિદેશમંત્રીશ્રી ડૉ. એસ જયશંકરે શ્રીલંકાના પ્રવાસ દરમ્યાન કોલંબો ખાતે રાષ્ટ્રપતિ ગૃહમાં રાનિલ વિક્રમસિંઘે મુલાકાત કરી હતી, આ મુલાકાતમાં રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે અને ભારતના વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે સંયુક્ત રીતે કેન્ડી, નુવારા એલિયા અને માતલે જિલ્લામાં ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવેલા 106 મકાનોના ઉદ્ઘાટનની યાદમાં ડિજિટલ તકતીનું અનાવરણ કર્યું હતું. તેઓએ કોલંબો અને ત્રિંકોમાલીના મોડલ ગામોના 48 ઘરો પણ તેમના સંબંધિત લાભાર્થીઓને સોંપ્યા હતા.

ત્યાર બાદ ભારતના વિદેશમંત્રી એ શ્રીલંકાના વડાપ્રધાન દિનેશ ગુણવર્દને સાથે મુલાકાત કરી હતી અને તે બાદ વિદેશમંત્રી કહ્યું હતું કે,”વિકાસ અને કનેક્ટિવિટી પહેલ દ્વારા ભારતના મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. વિશ્વાસ છે કે અમારી વિકાસ સહાય અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમો શ્રીલંકાના લોકોની આકાંક્ષાઓ સુધી પહોંચાડવાનું ચાલુ રાખશે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર પ્રાયોગિક ધોરણે મેમુ ટ્રેન ચલાવવામાં આવી
Next article‘ગરવી ગુજરાત’ને GRIHA દ્વારા ગ્રીન બિલ્ડીંગ એવોર્ડનું સન્માન