Home વ્યાપાર જગત ડેરિવેટીવ્ઝમાં જૂન વલણના અંતે મેટલ, ઓટો અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં ઘટાડા સાથે...

ડેરિવેટીવ્ઝમાં જૂન વલણના અંતે મેટલ, ઓટો અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં નરમાઈ યથાવત્…!!

SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૩૦૨૬.૯૭ સામે ૫૨૮૯૭.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૮૮૩.૨૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૪.૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮.૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૩૦૧૮.૯૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૭૯.૯૦ સામે ૧૫૭૬૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૧૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૪.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૭૮.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક મોરચે ક્રુડમાં સાઉદી અરેબિયાએ ઉત્પાદન મર્યાદા બતાવતાં ભાવ વધીને બ્રેન્ટ ક્રુડના ૧૧૯ ડોલર થઈ જવા સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડીને નવી રેકોર્ડ નીચી સપાટીએ આવી જતાં ફુગાવાનું જોખમ વધ્યા સાથે લોન ડિફોલ્ટરોના વધતાં જોખમ અને ડેરિવેટીવ્ઝમાં જૂન વલણના અંતે આજે મેટલ, ઓટો, બેઝિક મટિરિયલ્સ અને રિયલ્ટી શેરોમાં ઘટાડો નોંધાતા ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઝડ બેઝડ નરમાઈ જોવાઈ હતી.

ઈન્ડેક્સ બેઝડ આજે ફંડોએ અફડાતફડીના અંતે નરમાઈ બતાવી હતી. પાવર, બેન્કેક્સ, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ અને ફાઈનાન્સ શેરોમાં તેજી સાથે કોટકબેન્ક, એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇ બેન્ક સહિતના સિલેક્ટિવ તેજી સામે મેટલ અને ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગે ઘટાડો નોંધાયો હતો. બેઝિક મટિરિયલ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી સાથે બીએસઇ સેન્સેક્સ ૮.૦૩ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧.૨૫ પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૧.૪૫ લાખ કરોડ ઘટીને રૂ.૨૪૩.૭૩ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર, બેન્કેક્સ, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ અને ફાઈનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૪૭ અને વધનારની સંખ્યા ૧૩૨૮ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મહામારી બાદ હવે મંદીની દહેશતે ઉભરતા દેશોના શેરબજારો કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના પ્રથમ છ મહિનામાં નોંધપાત્ર તૂટયા છે અને તે વર્ષ ૧૯૯૮ પછીનો સૌથી ખરાબ દેખાવ કર્યો છે. મંદી, મોંઘવારી અને વ્યાજદર વધવાના પરિણામે વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા હોવાથી ભારત સહિતના ઇમર્જિંગ માર્કેટ્સમાં મોટો ઘટાડો નોંધાયો છે. એમએસસીઆઇ ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજીત ૧૭% તૂટ્યા છે, વર્ષ ૧૯૯૩માં જ્યારથી આંકડા એક્ત્ર કરવાનું શરૂ ત્યાર પછીનો બીજો સૌથી મોટો ઘટાડો છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી આંદાજીત ૨૮ અબજ ડોલર પાછા ખેંચ્યા છે. મહામારી બાદ સતત વધી રહેલી મોંઘવારીને ડામવા માટે અમેરિકાની ફેડરલ રિઝર્વ આક્રમક વલણ અપનાવી વ્યાજદર વધારી રહી છે જેની અસરે ઇમર્જિંગ માર્કેટ્સમાં વિદેશી રોકાણકારો નવુ રોકાણ અટકવાની સાથે સાથે આઉટફ્લો સતત વધી રહ્યો છે. વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલીને કારણે ભારત સહિતના ઉભરતા દેશોના શેરબજારો સતત ઘટી રહ્યા છે. ત્યારે કોરોનાના કેસો ફરી વધવા લાગતાં ફરી વિશ્વ માટે ચિંતાનું કારણ બન્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતમાં પણ ટૂંકાગાળા માટે ફંડોની એક્ઝિટના પગલે સાવચેતી વધતી જોવાઈ શકે છે.

Print Friendly, PDF & Email