Home દેશ - NATIONAL ડિજિટલ લોન માટેની અરજીનો વિકલ્પ અપનાવવામાં કેટલો ફાયદો અને કેટલું નુકસાન...

ડિજિટલ લોન માટેની અરજીનો વિકલ્પ અપનાવવામાં કેટલો ફાયદો અને કેટલું નુકસાન છે તે વિષે જાણો..

45
0

લોન માટે અરજી કરવાની અને મેળવવાની પરંપરાગત રીત લોન પ્રક્રિયામાં ટેકનોલોજીની શરુઆતને કારણે બદલાઈ ગઈ છે. પરિણામે, ડિજિટલ હોમ લોન તેના ઘણા ફાયદાઓને કારણે ઉધાર લેનારાઓ માટે એક આકર્ષક વિકલ્પ તરીકે ઉભરી આવી છે. હોમ લોન ડિજિટલ રીતે લેવાથી સમય અને નાણાં બંનેની બચત થાય છે, લોન વિતરણ દરમિયાન અને પછી ઘણી જંજટમાંથી છુટકારો મળે છે અને ગ્રાહક માટે બહુવિધ લોન વિકલ્પોની તુલના અને વિશ્લેષણ કરવાનું સરળ બને છે. આજકાલ તો ડિજિટલ લોન માટેની અરજીઓ દિવસે ને દિવસે વધી રહી છે.

લોન અરજીઓની પરંપરાગત રીતમાં ઘણાં બધાં કાગળો અને બેંકની અનેક્વારની મુલાકાતો કરવાની રહેતી હોય છે. આ સિવાય ઘણા ચેક પોઈન્ટ પણ આ પ્રક્રિયામાં સામેલ છે અને તમામ દસ્તાવેજો ભૌતિક રીતે વેરિફાઈડ કરવાના રહે છે. પરિણામે, ઘણા લોન કેસ બિનજરૂરી રીતે વિલંબિત થાય છે. તે એપ્લિકેશનની સ્થિતિનું નિરીક્ષણ અને ટ્રેકિંગ પણ મુશ્કેલ બનાવે છે. આ સમસ્યાએ ભારતમાં ગ્રાહકો દ્વારા ડિજિટલ હોમ લોનના વિકલ્પો અપનાવવાને વેગ આપ્યો છે. ડિજિટલ હોમ લોન ઘણી હદ સુધીની મુશ્કેલીઓ દૂર કરે છે અને પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવે છે.

શું ખરેખર બેંકો આપે છે વિશેષ સુવિધા?.. તે જાણો.. લગભગ તમામ મોટી બેંકો ડિજિટલ લોન સુવિધાઓ પૂરી પાડે છે. જેમાં SBI, HDFC, PNB, ICICI, બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય બેંકોનો સમાવેશ થાય છે. આ બેંકોએ ગ્રાહકોને ઝડપી લોન આપવા માટે સ્પેશિયલ લોન ડેસ્ક પણ બનાવ્યા છે, જેમ કે HDFC બેંક ક્વિક લોન સર્વિસ. બેંકો ગ્રાહકોને હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સહિત અન્ય પ્રકારની લોન ડીજીટલ રીતે પૂરી પાડે છે.

ડિજિટલાઈઝેશનથી 5 મિનિટમાં લોન શક્ય?.. શું આવું ખરેખર હોય છે ખરા?!.. તે જાણો.. Egilon ના સ્થાપક અને CEO પ્રમોદ કથુરિયા સમજાવે છે કે Egilon ટેક પ્લેટફોર્મ બેંકોની પરંપરાગત પ્રક્રિયાઓને ઝડપી ટર્નઅરાઉન્ડ સમય સાથે વધુ કાર્યક્ષમ બનાવવા માટે બદલી રહ્યું છે. આમાં ગ્રાહકોનું ડિજિટલ ઓન બોર્ડિંગ, ગ્રાહક પ્રોફાઇલ આધારિત મેચ મેકિંગ ટૂલ્સ, દસ્તાવેજોનું ડિજિટલ આર્કાઇવિંગ અને IP અલ્ગોરિધમનો ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ ક્રેડિટ વિશ્લેષણનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે પ્રક્રિયાના ડિજિટાઈઝેશનથી અમે 5 મિનિટની અંદર પૂર્વ મંજૂરી આપી શક્યા છીએ. ત્યારબાદ ગ્રાહકની ફાઈલ અંતિમ મંજૂરી અને લોન વિતરણ માટે બેંકોને મોકલવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે EasyLoan IP ટેક પ્લેટફોર્મ હોમ લોન લેનારાઓ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને ઋણ લેનારાઓ વચ્ચે સુરક્ષિત અને વિશ્વાસપાત્ર વાતાવરણમાં ક્રિયાપ્રતિક્રિયા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.

ડિજિટલ લોન એપ્લિકેશનના ગેરફાયદા વિચે જાણો?.. ડિજિટલ મોડ દ્વારા લોન માટે અરજી કરવાનો ફાયદો લોનની રકમને ઝડપી રિલીઝના સ્વરૂપમાં જોવા મળે છે. પરંતુ, આવા કિસ્સાઓમાં, ગ્રાહકો પાસેથી ભારે વ્યાજ દર વસૂલવામાં આવે છે, જે સામાન્ય કરતાં અનેક ગણો વધારે હોઈ શકે છે. બીજી તરફ, ડિજિટલ લોન એપ્લિકેશનથી મેળવેલી લોનના કિસ્સામાં, જો એક હપ્તામાં પણ વિલંબ થાય તો ગ્રાહકને દંડ તરીકે મોટી રકમ ચૂકવવી પડી શકે છે. તેમજ તાત્કાલિક લોન પ્રદાન કરતા પ્લેટફોર્મ મોટાભાગે નોંધાયેલા નથી અને આવા કિસ્સાઓમાં ગ્રાહક પણ છેતરપિંડીનો શિકાર બની શકે છે અથવા અન્ય કોઈ રીતે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટ્વિટરના પૂર્વ CEO જેક ડોર્સીએ લોન્ચ કર્યું ટ્વિટરનું વિરોધી પ્લેટફોર્મ Bluesky
Next articleદુબઈમાં યોજાયેલા લગ્નનો વીડિયો છે વાયરલ, જેમાં દુલ્હનને સોનાની ઈંટોથી ઝોખવમ આવી