Home દેશ - NATIONAL ઠંડી આવતા રખડતા કૂતરાંઓનો ત્રાસ કેમ વધવા લાગ્યો? કેમ આક્રમક બની રહ્યા...

ઠંડી આવતા રખડતા કૂતરાંઓનો ત્રાસ કેમ વધવા લાગ્યો? કેમ આક્રમક બની રહ્યા છે?…

35
0

રખડતા કૂતરાના આતંકની દેશમાં દરરોજ સાડા ચાર હજારથી વધારે ઘટના બનતી રહે છે. રખડતા કૂતરાં જ નહીં પરંતુ પાળેલા પણ આક્રમક બની રહ્યા છે. નોઈડામાં નવી પોલિસી લાવવામાં આવી છે. હવે ત્યાં જો પાળતુ શ્વાન જો કોઈને કરડે તો માલિકને 10 હજાર રૂપિયાનો દંડ તો આપવો જ પડશે. સાથે જ પીડિતની તમામ સારવારનો ખર્ચ પણ ઉઠાવવો પડશે. ગુરુગ્રામમાં પણ શ્વાનની 11 પ્રજાતિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વર્ષે 26 જુલાઈએ લોકસભામાં સરકારે રખડતા કૂતરાના કરડવાની ઘટનાઓના આંકડા આપ્યા હતા.

સરકારના આંકડા પ્રમાણે દેશમાં 2019માં રખડતા કૂતરા કરડવાની 72.77 લાખ ઘટનાઓ બની હતી. જોકે 2020માં તે ઘટીને 46.33 લાખ થઈ. 2021માં તો તે 17 લાખની આસપાસ પહોંચી ગઈ. પરંતુ આ વર્ષે જુલાઈ સુધી 14.50 લાખ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. જો આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો રખડતા કૂતરા કરડવાની ઘટના 20 લાખની ઉપર પહોંચી શકે છે. આંકડા પ્રમાણે આ વર્ષે રખડતા કૂતરા કરડવાની સૌથી વધારે ઘટનાઓ તમિલનાડુમાં 2.51 લાખ નોંધાઈ છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 2.31 લાખ, પશ્વિમ બંગાળમાં 1.33 લાખ, આંધ્ર પ્રદેશમાં 1.15 લાખ ઘટનાઓ નોંધાઈ છે.

ઉત્તર પ્રદેશમાં જ્યાં 2019માં 20.23 લાખ ઘટનાઓ નોંધાઈ હતી. તે આ વર્ષે જુલાઈ સુધી ઘટીને 7180 પર આવી ગયો છે. પરંતુ રખડતા કૂતરાના કરડવાની ઘટનાઓ એકાએક કેમ ઓછી થઈ ગઈ?. જવાબ છે 2020 અને 2021નો મોટાભાગનો સમય કોરોનાના લોકડાઉન કે અનેક પ્રતિબંધોમાં પસાર થયો. આ દરમિયાન લોકો પણ ઘરની બહાર બહુ ઓછા નીકળ્યા. પ્રતિબંધો દૂર થતાં હુમલા પણ વધવા લાગ્યા. દેશમાં રખડતા કૂતરાના આતંકને જોતાં સુપ્રીમ કોર્ટે 12 ઓક્ટોબરે એનિમલ વેલફેર બોર્ડ પાસે સૌથી વધારે રખડતા કૂતરાની ત્રસ્ત રાજ્ય અને મુખ્ય શહેરોના 7 વર્ષના આંકડા માગ્યા હતા.

આ આંકડામાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2021માં રખડતા કૂતરા સહિત અન્ય પશુઓએ દૈનિક 19,938 લોકો પર હુમલો કર્યો કે તેમને ઈજા પહોંચાડી. દર 5 વર્ષે ગાય-ભેંસ અને રખડતા પશુની ગણતરી થાય છે. છેલ્લે 2019માં ગણતરી કરવામાં આવી હતી. દેશમાં રખડતા કૂતરાની સંખ્યા 1.53 કરોડ છે. 2012ની સરખામણીમાં 2019માં કૂતરા રખડતા કૂતરાની સંખ્યામાં ઘટાડો થયો. 2012માં રખડતા કૂતરાની વસ્તી 1.71 કરોડથી વધારે હતી. આ રખડતા કૂતરાને જો રસી આપવામાં ન આવે અને તે જો કોઈને કરડે તો તેમને રેબીઝ થવાનું જોખમ વધી જાય છે. દેશમાં રેબીઝના 96 ટકા કેસ રખડતા કૂતરા કરડવાથી સામે આવે છે.

ભારતમાં રખડતા કૂતરાનો આતંક વિશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ જણાવે છે કે છેલ્લાં કેટલાંક સમયમાં દુનિયાભરમાં રેબીઝના કેસ વધતા જાય છે. જ્યારે 99 ટકા લોકોને આ બીમારી રખડતા કૂતરા કરડવાથી થઈ રહી છે. WHOના મતે દર વર્ષે દુનિયામાં રેબિઝથી જેટલા મોત થાય છે. તેમાંથી 36 ટકા મોત માત્ર ભારતમાં થાય છે. એટલે રેબિઝથી થનારા મોતમાં દર 100માંથી 36 મોત ભારતમાં થાય છે. WHOનું અનુમાન છે કે ભારતમાં દર વર્ષે રેબિઝથી 20 હજારથી વધારે લોકોના મોત થાય છે. સરકારે 2030 સુધી ભારતને રેબિઝ-ફ્રી બનાવવાનો ટારગેટ સેટ કર્યો છે. પરંતુ ભારતમાં રેબિઝને લઈને વેક્સીનેશન હજુ સુધી મોટાપાયે શરૂ કરવામાં આવ્યું નથી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉદયપુરમાં એક તાંત્રિકે કપલને જંગલમાં બોલાવી બંનેને મોતને ઘાટ ઉતાર્યા
Next articleછોટા ઉદયપુરમાં સંખેડા તાલુકાના ગુંડેર ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવા નો નિર્ણય