Home મનોરંજન ટ્રાવેલના સાથી તરીકે અમિતાભ બચ્ચનને દીપિકા મોસ્ટ ફેવરિટ

ટ્રાવેલના સાથી તરીકે અમિતાભ બચ્ચનને દીપિકા મોસ્ટ ફેવરિટ

246
0
SHARE

(જી.એન.એસ), તા. ૬ મુંબઇ
ફરવાનું તો બધાને ગમે, પણ કઇ સેલિબ્રિટીની કંપનીમાં ફરવાનું હોય તો તમને બહુ ગમે ? આવો સવાલ જયારે એક સર્વેમાં ભારતીયોને પુછાયો ત્યારે અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ બાજી મારી ગયા ટ્રાવેલના સાથી તરીકે ફીમેલ સેલિબ્રિટીમાં પ૩ ટકા લોકોએ દીપિકાને અને ૪૦.૩ ટકા લોકોએ પ્રિયંકા ચોપડાને પસંદ કરી હતી. ત્રીજા અને ચોથા નંબરે સની લીઓની અને જેકલિન ફર્નાન્ડિસ તેમજ પાંચમાં નંબરે આલિયા ભટ્ટને લોકોએ પસંદ કરી હતી. ણ્ંદ્દફૂશ્રસ્ન.ણૂંૃ નામની વેબસાઇટે કરેલા સર્વેમાં લોકોને પુછવામાં આવેલું કે તેમને કઇ સેલિબ્રિટી સાથેવેકેશનમાં ફરવાનું ગમહે ? મેલ સેલિબ્રિટીમાં ટ્રાવેલના સાથે તરીકે ૩૩.૩ ટકા વોટથી અમિતાભ બચ્ચન મેદાન મારી ગયા હતા. લોકોએ બીજા નંબરે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન ગેન્ડુલકર અને ત્રીજા-ચોથા નંબરે રણબીર કપુર અને વિરાટ કોહલીની પસંદગી કરી હતી. ઇન્ટરનેશનલ ફુટબોલ-પ્લેયર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો પાંચમાં નંબરે હતો.
કોની સાથે ફરવા જવું ન ગમે એની યાદીમાં રાખી સાવંત, બિપાશા બાસુ અને વિદ્યા બાલન મોખરે હતા સર્વેમાં લગભગ ૩૦૦ ભારતીયોના મંતવ્યો લેવામાં આવ્યા હતા.

Print Friendly, PDF & Email