Home ગુજરાત ટ્રાફિક દંડનાત્મક જોગવાઈઓ કેટલી વ્યાજબી….? રોડ, રસ્તા, પાણી, ગટર વગેરેના જવાબદારો માટે...

ટ્રાફિક દંડનાત્મક જોગવાઈઓ કેટલી વ્યાજબી….? રોડ, રસ્તા, પાણી, ગટર વગેરેના જવાબદારો માટે દંડની જોગવાઈ કેમ નહીં….?

309
0
SHARE

(જીએનએસ:હર્ષદ કામદાર)
કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ટ્રાફિક કાયદામાં એટલા મોટા દંડની જોગવાઈ કરી છે કે તેને કોઈ સહન કરી શકે તેમ નથી. પ્રજાની કમર તૂટી જાય તેવી દંડનાત્મક જોગવાઈઓ કરી છે… ત્યારે સવાલ એ ઊઠે છે તે શું પ્રજા માટે જ આવા કડક કાયદા શા માટે…? કેન્દ્ર સરકારને નાણાંની જરૂર હોવાથી આમ પ્રજાનેજ લુટવાની છે….?! શુ પ્રજાજ ગુનેગાર છે….? સરકારી તંત્ર કે સરકારી તંત્ર કોઈનો વાંક જ નથી…? તેઓ ગુનેગાર નથી…?! એક સમયે ભાજપના વરિષ્ઠ ફર્નાડીસ હેલ્મેટનો વિરોધ કરતા ચેતવણી આપી હતી કે કાનુન ભંગ કરીશુ….!અરે ખૂદ કેન્દ્રીયમંત્રી શ્રી નીતિન ગડકરી દિલ્હીના સંઘ કાર્યાલય ઉપર હેલ્મેટ વગર ડબલ સવારી ગયા તે સાથે તેમના રક્ષકો પણ હેલ્મેટ વગર બાઈક ઉપર ગયા તેનો વિડીયો વાયરલ થયો અને તે પણ ટ્રાફિક દંડનાત્મક જોગવાઈઓ કર્યા પછી….! તો શું આ કાયદો તેઓને લાગુ પડતો નથી કે શું….? આજે ટ્રાફિક દંડનાત્મક જોગવાઈઓ માત્ર સામાન્ય લોકો માટે જ છે…..?
દેશમાં મંદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ચાર કરોડથી વધુ લોકોએ રોજગારી ગુમાવી છે્ મોંઘવારી આસમાનને અડવાની તૈયારીમાં છે અને ત્યારે પડતાને પાટુની જેમ આમ પ્રજા ગુનેગાર હોય તેમ ટ્રાફિક દંડનાત્મક જૉગવાઈઓ કરી તે કેટલી યોગ્ય કહેવાય….? તમે ભલે અમેરિકાની કે વિદેશનીતિને માનતા હોય અને આવા આકરા નિયમો લાદતા હોય પરંતુ અમેરિકાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોયુ છે ખરું….!! તેના જેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને આવા વધુ પડતા આકરા નિયમો લાવેતો તે પણ યોગ્ય ના ગણાય….પરંતુ પ્રજાના ખસ્સાને અનુકુળ રહે તેવા નિયમ યોગ્ય કહેવાય. ભારતમાં જે તે નાના મોટા શહેરો ગામડાઓના રોડ- રસ્તા, ગંદા પાણીના નિકાલ, પીવાના પાણીની વ્યવસ્થા, ૨૪ કલાક વીજળી વગેરેની સ્થિતી જાણો છો ખરા….? વિદેશમા-અમેરિકામા આવા પ્રજાકીય જાહેર કામો માટે દરેકની જવાબદારી નક્કી કરેલી છે. અને જવાબદાર ભુલ કરે તો આકરો દંડ તો ઠીક પણ સજાની પણ જોગવાઈ છે….!! તો આપણે ત્યાં આવી જોગવાઈ છે ખરી….?
સરકારની બે મોઢાની વાત બની છે… દેશમાં રોડ-રસ્તા, પીવાના પાણી, ગંદા પાણીનો નિકાલ, વીજળી નું આયોજન વ્યવસ્થિત કરો પછી આગળ વધો.. પણ ભારે દંડનાત્મક જોગવાઈઓ ન હોવી જોઈએ. તે સાથે કાયદો તમામ માટે એક સરખો છે તેમાં બાંધછોડ ન હોય. કાયદાનું પાલન કરાવનારા કાયદાનો ભંગ કરતા હોય તો તેમના માટે કાયદો ખરો કે નહી…?માત્ર પ્રજાનેજ દંડ શા માટે….? ઉબડખાબડ- ખરાબ રસ્તાઓને કારણે એક્સિડન્ટ થાય છે, તો પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ નથી, પ્રદૂષણનું પ્રમાણ બેહદ થાય છે,ટ્રાફીક સિગ્નલો ખરાબ કે બંધ હોય છે, ફૂટપાથ પર દબાણનો છે, રસ્તા પર લાઇટો નથી, રસ્તા પર કચરા ગંદકીના ઢગલા હોય છે, નવિ બનાવવામાં આવેલ રસ્તા તોડ ફોડ પછી સમયસલ મરામત કરાતા નથી તો લાંબા સમયે મરામત કરે છે, પશુઓ રોડ ઉપર રખડે છે, તો ભૂતળના કામ કર્યા વગર રોડ- રસ્તા બનાવ્યા પછી તોડવામાં આવે છે તો આના માટે જે તે જવાબદારો માટે દંડનાત્મક જોગવાઈઓ શા માટે નથી….?છે કોઈ જવાબ….? માત્ર પ્રજા જ ગુનેગાર છે….? આમ જનતાએજ દંડ ભરવાનો… આ કેવી અણઘડ નીતી છે…? આવી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે….!!
ટ્રાફિક દંડનાત્મક જોગવાઇનો અમલ કરતા પહેલા રોડ-રસ્તા પ્રજાકીય કામો કરાવતા અધિકારીઓ-કર્મચારીઓના જવાબદારો માટે પ્રથમ દંડાત્મક જોગવાઈઓ કરો. તો જ દેશનું તંત્ર સુધરશે…. સાચા અર્થમાં વિકાસ થશે… બાકી તો સરકાર પ્રથમ તો હેલ્મેટ ન હોય તેને રૂપિયા 500નો સ્થળ પર હેલ્મેટ આપે, વ્હીકલ વીમો ન હોય તો સ્થળ પર ઉતારો, ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો સ્થળ પર જ આપવાની વ્યવસ્થા કરો, નાના એક કે બે બાળકોને બાઇક સ્કૂટર પર લઈ જવાની દંપતીને કે વાલીઓને છૂટ આપવી જરૂરી છે. કાયદાનો અમર કરાવનારાઓ માટે કાયદાનું પાલન ફરજીયાત કરવા સાથે તેમના પ્રજા સાથેના વર્તન વાણી વ્યવહારમાં સુધારો લાવો તો દેશ સુધરશે- વિકાસ થશે.. બાકી તો…. જય શ્રી રામ…

Print Friendly, PDF & Email