Home મનોરંજન ટીવી અભિનેત્રી શીના કરી ચુકી છે અમિતાભ સાથે કામ

ટીવી અભિનેત્રી શીના કરી ચુકી છે અમિતાભ સાથે કામ

994
0
SHARE

(જી.એન.એસ), તા.૬
ટીવી સિરીયલ ‘થપકી પ્યાર કી’માં અદિતી ચતુર્વેદીનો રોલ નિભાવી રહેલી શીના બજાજ અમિતાભ બચ્ચન સાથે પણ કામ કરી ચુકી છે. થપકી…શોમાં તેના રોલને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. શીના હાલમાં ચોવીસ વર્ષની છે. પરંતુ તેણે અભિનય કારકિર્દી ૧૧ વર્ષની ઉમરે જ શરૂ કરી દીધી હતી. તેણે બાળ કલાકાર તરીકે ફિલ્મ ફૂટપાથમાં કામ કર્યુ હતું. ત્યારબાદ બાર વર્ષની ઉમરે અમિતાભ બચ્ચન સાથે ‘કયું હો ગયા ના’ ફિલ્મમાં પણ કામ કર્યુ હતું. જૈકી શ્રોફ સાથે ભૂત અંકલમાં ઉપરાંત કલયુગ, ફેશન સહિતની ફિલ્મો કરીહ તી. જસ્સી જૈસી કોઇ નહિ, બેસ્ટ ઓફ લક નિક્કી, આહટ, ખિડકી અને ખટમલ-એ-ઇશ્કમાં પણ તે કામ કરી ચુકી છે.

Print Friendly, PDF & Email