Home ગુજરાત ઝારખંડના પરિણામના આંચકા ગુજરાત ભાજપમાં પણ આવ્યા

ઝારખંડના પરિણામના આંચકા ગુજરાત ભાજપમાં પણ આવ્યા

261
0
SHARE

ભાજપ શાસિત રાજ્ય ઝારખંડમાં ચુંટણી પરિણામો જાહેર થતા, ભાજપને ભારે આંચકો અનુભવવો પડ્યો છે. સત્તાધારી પક્ષ ભાજપને ૮૧ બેઠકો માંથી માત્ર ૨૫ બેઠકો મળી છે. અને ઝારખંડ મુક્તિ મોરચો ( J.M.M ) ના કોંગ્રેસ – RJD ના ગઠબંધનને ૪૭ બેઠકો મળી. આ પરિણામો અંગે રાજકીય વિશ્લેષકોએ ઘણા તારણો કાઢ્યા. તેમાં એક મુદ્દો દરેક વિશ્લેષકે કહ્યો કે ભાજપ જે રાજ્યમાં જે જ્ઞાતિનું વર્ચસ્વ હોય તેને બાજુપર મૂકી અન્ય જ્ઞાતિના નેતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે છે. આ પરંપરાથી ભાજપને ત્રણ રાજ્યમાં નુકસાન વેઠવું પડ્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને બદલે બિન મરાઠા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા. ચુંટણી પરિણામો પછી સાથી પક્ષ શિવસેનાએ સી.એમ. પદની માંગણી કરી આ વાત ફડણવીસ સામેની નારાજગી માંથી જ ઉભી થઇ હતી. કદાચ ભાજપનું આંતરિક જૂથબંધીનું રાજકારણ નડ્યું હતું. પરંતુ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે મુખ્યમંત્રી તો ફડણવીસ જ બનશે. અને ભાજપને દેશના સહુથી વધુ મહત્વના મહારાષ્ટ્ર રાજ્યની સત્તા ગુમાવવી પડી. હરિયાણામાં જાટ જ્ઞાતિનું પ્રભુત્વ હોવા છતાં તેમની અવગણના કરાતા સત્તા ગુમાવવી પડી. એવું જ ઝારખંડમાં થયું છે. ૭૦ ટકા આદિવાસીઓનું પ્રભુત્વ હોવા છતાં ગોઠવણથી મુખ્યમંત્રી બનેલા રઘુવર દાસને ફરી મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા. જેના કારણે આદિવાસીઓના મસીહા ગણાતા હેમંત સોરેનના નેતૃત્વ વાળા મહા ગઠબંધનને સત્તા સાંપડી છે.
ચુંટણીના પરિણામો મોડા જાહેર થયા. પરંતુ ટ્રેન્ડ પરથી બપોર સુધીમાં જ નક્કી થઇ ચૂક્યું હતું કે ભાજપ સત્તા ગુમાવે છે. ભાજપના કાર્યાલયમાં અને ભાજપના સોશિયલ મિડીયામાં સોપો પડી ગયો. પરંતુ બપોર બાદ તો ઝારખંડના પરિણામના જટકા ગુજરાત ભાજપમાં પણ આવવા લાગ્યા. ભાજપના ત્રણેક પાટીદાર નેતાઓએ ફોન પર એક સુચન કર્યું, “ તમે T.V ડીબેટમાં એટલું ચોક્કસ બોલજો કે ભાજપ હાઈ કમાન્ડે જે રાજ્યોમાં જ્ઞાતિના પ્રભુત્વને નજર અંદાજ કરવાની જે નીતિ અપનાવી છે, તેનાથી આ ત્રીજા રાજ્યમાં ભાજપે સત્તા ગુમાવી છે. ગુજરાતમાં ભાજપના નેતાઓએ ભુલ સુધારી લેવી જોઈએ. નહીતો ગુજરાત જેવું મહત્વનું રાજ્ય પણ ભાજપને ગુમાવવું પડશે. અને ગુજરાત આપણા વડાપ્રધાન અને ગૃહ પ્રધાન માટે નાક છે. ”
આવા ત્રણેક ફોન પછી એ વાત નક્કી થઈ ગઈ કે ગુજરાત ભાજપમાં કંઇક ગડબડ છે. નેતાગીરીના મુદ્દે અફવાઓનું બજાર તો ગરમ છે જ પણ આ ધુમાડો એવું બતાવે છે કે ભાજપમાં ડુંભાણુ મુકાઈ ચૂક્યું છે.

ભાજપને મહાત કરવા કોંગ્રેસને મુદ્દા મળે છે, પણ તેનો ઉપયોગ કેમ કરવો તેની સમાજ ઓછી લાગે છે

લોકસભાની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો દેશની જનતાએ ઉમળકાભેર સ્વીકાર કર્યો. કોંગ્રેસને ધોબી પછડાટ મળી. રાહુલ ગાંધીએ પ્રમુખ પદ છોડી દઈને કોંગ્રેસની સ્થિતિ વધારે ખરાબ કરી દીધી. પક્ષ તૂટી ગયો હોય એવું વાતાવરણ લાંબો સમય ચાલ્યું. ગુજરાતમાં સંગઠનને વિખેરી નાખવામાં આવ્યું. અને વિખેર્યુંનાં હોય તો પણ તેમાં કો ફરક પડે તેવો ન હતો. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે કોંગ્રેસને બેઠી કરવા એક પછી એક મુદ્દાઓ આપ્યાં. પ્રથમ ૩૭૦ ની કલામની નાબુદી ત્યારબાદ સુપ્રિમકોર્ટે અયોધ્યા રામ મંદિર નો ચુકાદો આપ્યો. ત્યારબાદ નાગરિકતા ધારો આવ્યો. ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાના કૌભાંડે નવનિર્માણ આંદોલન જેવી હવા ઉભી કરી હતી.
આ બધા જ મુદ્દા કોંગ્રેસને જો રાજરમતરમતા આવડી હોતતો ઘણા સારા હતા. પરંતુ તેમને રમતા આવડ્યું નહિ. અને ભાજપને ફાયદો કરી આપ્યો છે.
ગુજરાતમાં પરીક્ષાર્થીઓ નું અંદોલન, અચોક્કસ મુદ્દતના ધરણા આ ઘટનાને મીડીયાનું સમર્થન મળતા ભાજપ સરકાર ભીંસમાં આવી ગઈ હતી. થોડો વધુ બળ પ્રયોગ થયો હોત તો આંદોલન ગુજરાતની શેરીઓ સુધી પ્રસરે એવો ઘાટ હતો. પરંતુ કોંગ્રેસને આ મુદ્દે લડતા ન આવડ્યું. નવનિર્માણ આંદોલન કોંગ્રેસ સામે કોંગ્રેસનું હતું, અને છતાં સફળ થયું હતું. જયારે આ પરીક્ષાર્થીઓનાં આંદોલનમાં કોંગ્રેસે એજ નવનિર્માણ સ્ટાઈલથી લડવાની જરૂર હતી. કોંગ્રેસના નાના કાર્યકરોને આંદોલનમાં ઓળખ છુપાવી ઘુસાડવાના બદલે બે મોટા નેતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી આંદોલનકારીઓનાં સમર્થનમાં તેમની વચ્ચે આવીને બેસી ગયા. અને આખું આંદોલન સમેટાઈ ગયું.
નાગરિકતા ધારામાં પણ કોંગ્રેસે આંદોલનમાં જોડાવાના બદલે અસરકરતા અથવા અન્ય બુદ્ધિજીવી સંગઠનો ને ‘ બંધારણ ’ ના મુદ્દે આગળ કરવાની જરૂર હતી. પરંતુ રાષ્ટ્રીય નેતાઓ જ કુદી પડ્યા એટલુજ નહિ, પણ એવા નિવેદનો કર્યા કે જેનાથી દેશના ૮૫ ટકા હિંદુ સમાજની નારાજગી વહોરવી પડે.
આટલા વર્ષોથી વિપક્ષમાં હોવા છતાં કોંગ્રેસને ભાજપ સામે લડતા પણ ન આવડે, તો તેની વિરોધપક્ષ તરીકેની લાયકાત પણ રહેતી નથી. ભાજપ હવે ડર નથી. કારણકે કોંગ્રેસ જ તેમને સત્તા અપાવી શકે છે. ભાજપને ડર ભાજપના નેતાઓનો જ છે.

Print Friendly, PDF & Email