Home અન્ય રાજ્ય ઝારખંડના દેવઘરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી;  બચાવ કામગીરી માટે NDRF તેમજ અન્ય...

ઝારખંડના દેવઘરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી;  બચાવ કામગીરી માટે NDRF તેમજ અન્ય બચાવ ટીમો કાર્યરત

23
0

(જી.એન.એસ) તા. 7

દેવઘર,

ઝારખંડના દેવઘર જિલ્લામાં એક મોટી ઘટના બની હતી જેમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ જવાથી આખા રાજ્યમાં હલચલ મચી ગઈ હતી તેમજ જિલ્લા પ્રશાસને રાહત અને બચાવ કામગીરી માટે NDRF તેમજ અન્ય બચાવ ટીમો સ્થળ પર તૈનાત કરી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં તો આ ઘટનામાં કોઈજ જાનહાનિની ​​માહિતી નથી, 6 થી 7 લોકો દટાયા હોવાની આશંકા છે. હાલ વહીવટી તંત્ર કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યું છે.

આ ઘટના બાબતે દેવઘરના કમિશનર વિશાલ સાગરે કહ્યું કે સીતા હોટલ પાસે એક ઈમારત ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે હાજર છે. ફાયર અને પોલીસ વિભાગ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. દેવઘર કમિશનરના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે 6 થી 7 લોકો દટાયા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોએ બે બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબે, દેવઘરના પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે હાજર છે.

નિશિકાંત દુબેએ એક પોસ્ટમાં લખ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તરત જ NDRFની ટીમ મોકલી. સવારથી હું ખુદ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક લોકો સાથે ઘટના સ્થળે હાજર છું. સ્થાનિક લોકોએ અત્યાર સુધીમાં 3 લોકોને બચાવ્યા છે અને NDRFએ 1 મહિલાને બચાવી છે. બચાવ કાર્ય ચાલુ છે, દેવઘર AIIMS એ ઘાયલો માટે સારવારની સુવિધા કરી છે.

આ ઘટનાની બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહેલા NDRFના નિરીક્ષક રણધીર કુમારે જણાવ્યું કે, ‘એક વ્યક્તિને બચાવી લેવામાં આવી છે, જ્યારે અન્ય બે લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. એનડીઆરએફની ટીમ ઈમારતના કાટમાળને કટર વડે કાપીને હટાવી રહી છે.આ પહેલા શનિવારે ગુજરાતના સુરતમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. રવિવારે સવાર સુધીમાં કાટમાળમાંથી 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની સંખ્યા વધી શકે છે, કારણ કે સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઝીમબાબવે પાસે છે વિશ્વનું સૌથી નવું ચલણ
Next articleકેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે અમીન PJKP વિદ્યાર્થી ભવનનું ઉદ્ઘાટન કર્યું, આધુનિક મલ્ટિસ્પેશિયાલિટી SLiMS હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું