Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી જોશીમઠની જેમ આ વિસ્તારોમાં ભૂસ્ખલન, ISROએ બહાર પાડી યાદી?… જાણો

જોશીમઠની જેમ આ વિસ્તારોમાં ભૂસ્ખલન, ISROએ બહાર પાડી યાદી?… જાણો

78
0

ઉત્તરાખંડના જોશીમઠના સમચાાર હજુ તો જૂના થયા નથી ત્યાં વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ISRO એ ભૂસ્ખલન એટલસ બહાર પાડ્યો છે. આ ડેટાબેસ હિમાલય અને પશ્ચિમી ઘાટમાં ભારતના 17 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભૂસ્ખલન સંવેદનશીલ વિસ્તારોને સામેલ કરે છે. ઈસરો દ્વારા ભૂસ્ખલન પર કરાયેલા જોખમ અભ્યાસ મુજબ ઉત્તરાખંડના 2 જિલ્લા દેશના 147 સંવેદનશીલ જિલ્લાઓમાં ટોપ પર છે. આ સર્વે મુજબ રુદ્રપ્રયાગ અને ટિહલી ગઢવાલ ફક્ત ઉત્તરાખંડમાં જ નહીં પરંતુ સંપૂર્ણ ભારતમાં ભૂસ્ખલન જોખમવાળા ટોપ જિલ્લા છે.

અત્રે જણાવવાનું કે રુદ્રપ્રયાગ જિલ્લા કેદારનાથ અને બદ્રીનાથના ચારધામ તીર્થોનું પ્રવેશદ્વાર છે. ભૂસ્ખલન જોખમ વિશ્લેષણ પહાડી વિસ્તારોમાં કરાયું હતું. ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લો જ્યાં ભરાતમાં સૌથી વધુ ભૂસ્ખલન ધનત્વ છે ત્યાં કુલ વસ્તી, કામકાજી વસ્તી, સાક્ષરતા અને ઘરોની સંખ્યા સૌથી વધુ છે. નોંધનીય છે કે દેશના જે ટોપના 10 જિલ્લા ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત છે તેમાંથી 2 જિલ્લા સિક્કિમના પણ છે- દક્ષિણ અને ઉત્તર સિક્કિમ. આ સાથે જ બે જિલ્લા જમ્મુ અને કાશ્મીર તથા 4 જિલ્લા કેરળના છે.

સર્વે દરમિયાન 147 અત્યંત સંવેદનશીલ જિલ્લાઓનો સભ્યાસ કરવામાં આવ્યો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન સાથે સંકળાયેલી પ્રીમીયર સંસ્થાને ખુલાસો કર્યો છે કે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને ટિહરી ગઢવાલ જિલ્લાઓમાં દેશમાં સૌથી વધુ ભૂસ્ખલન ધનત્વ છે આ સાથે જ પશ્ચિમી હિમાલય ક્ષેત્ર ભૂસ્ખેલન મુદ્દે સૌથી વધુ સંવેદનશીલ છે. 17 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 147 જિલ્લાઓમાં 1988 અને 2022 વચ્ચે નોંધાયેલા 80933 ભૂસ્ખલનના આધારે એનઆરએસસીના વૈજ્ઞાનિકોએ ભારતના ભૂસ્ખલન એટલસના નિર્માણ માટે જોખમ મૂલ્યાંકન કર્યું.

ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં ઉત્તરાખંડ સરકાર માટે જોશીમઠ હજુ પણ એક મોટા પડકાર જેવું છે. જોશીમઠ સહિત ઉત્તરાખંડના અલગ અલગ વિસ્તારોમાં જમીન ખસકી જવાના અનેક મામલા સામે આવી ચૂક્યા છે. તેની શરૂઆત જોશીમઠથી થઈ હતી. ત્યારબાદ કર્ણપ્રયાગમાં પણ આ પ્રકારની ઘટનાઓ જોવા મળી હતી.

હાલમાં જ બદ્રીનાથ હાઈવે પાસે સ્થિત ITI ક્ષેત્રના બહુગુણા નગર અને સબ્જી મંડીના ઉપરના ભાગોમાં પણ તિરાડોની વાત સામે આવી હતી. ત્યારબાદ એક ટીમ નિરીક્ષણ માટે પહોંચી હતી. જેણે 25 ઘરોમાં મોટી મોટી તિરાડો જોઈ. જેમાંથી 8 ઘરોને ખુબ જ જોખમી જાહેર કરાયા હતાં જેમાં રહેતા લોકો પાસે મકાન ખાલી કરાવાયા હતા. જોશીમઠમાં જમીન ધસવાની અને મકાનની દીવાલો બેસી જવાની ઘટનાઓ બાદ જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર તિરાડો જોવા મળી છે. હાઈવેના પાંચ સ્થાનો પર આ તિરાડો જોવા મળી. નવી તિરાડો જોયા બાદ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ તેની સૂચના બહાર પાડી છે.

તિરાડોવાળી જગ્યાઓ પર BRO ની ટીમે રેગ્યુલર મેન્ટેનન્સ કર્યું છે. જોશીમઠ એસડીએમ કુમકુમ જોશીએ જણાવ્યું કે તિરાડો ગત વર્ષે પણ જોવા મળી હતી અને અમે મરામતનું કામ કર્યું હતું. ખાડા 5 મીટર ઊંડા હતા. જેને ભરી દેવાયા. તિરાડોની તપાસ માટે સર્વેક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. આમાં ચાર ધામ યાત્રા પહેલા મોટો પડકાર?.. તે જાણો… ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થવાના આરે છે ત્યારે સરકાર માટે આ મોટો પડકાર બની રહ્યો છે. આવા સમયે ભૂસ્ખલનના આ પ્રકારના આંકડા સામે આવવા એ સરકારની ચિંતા વધારશે. ચારધામ યાત્રા કરનારા લોકો માટે રુદ્રપ્રયાગ જિલ્લો આમ પણ એક મહત્વની કડી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાબડી દેવીના ઘરે CBI ના દરોડા પડ્યા, CBIએ લેન્ડ ફોર જોબ મામલે કાર્યવાહી કરી
Next articleશું ઇયરફોન લગાવીને વાહન ચલાવો તો દંડ થાય? શું કહે છે નિયમ?.. જાણો