Home દેશ - NATIONAL જૂન અને સપ્ટેમ્બર 2024 વચ્ચે મુંબઇના દરિયામાં 22 દિવસ હાઈ ટાઈડ રહેશે

જૂન અને સપ્ટેમ્બર 2024 વચ્ચે મુંબઇના દરિયામાં 22 દિવસ હાઈ ટાઈડ રહેશે

43
0

(જી.એન.એસ) તા. 1

મુંબઈ,

હવામાન વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ માટે આગાહી કરતાં જણાવ્યું હતું કે, જૂનના પહેલા સપ્તાહમાં મુંબઈમાં ચોમાસું આવી શકે છે. એવામાં BMC ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કહેવું છે કે મુંબઇમાં જૂન અને સપ્ટેમ્બર વચ્ચેના ચાર મહિનામાં દરિયામાં 22 દિવસ હાઈ ટાઈડ રહેશે. સાથે જ એમ પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ચોમાસાની સિઝનમાં મુંબઈમાં 4.84 મીટરથી ઉપરની 22 દિવસ હાઈ ટાઈડ જોવા મળે તેવી શક્યતા છે. આ હાઈ ટાઈડ જૂન અને સપ્ટેમ્બર 2024 વચ્ચે થવાની ધારણા છે. સાથે જ આ કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે.

તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું કે જૂનમાં 7 દિવસ અને જુલાઈમાં 4 દિવસ દરિયામાં હાઈ ટાઈડ રહેશે. ઓગસ્ટમાં 5 દિવસ અને સપ્ટેમ્બરમાં પણ 5 દિવસ જ્યારે સપ્ટેમ્બરમાં 6 દિવસ દરિયામાં હાઈ ટાઈડ રહેશે. 20 સપ્ટેમ્બરે ચોમાસાની સૌથી વધુ હાઇટાઇડ 4.84 મીટર રહેશે. ચોમાસા દરમિયાન હાઈટાઈડ એ સૌથી મોટો પડકાર છે, કારણ કે હાઈટાઈડ દરમિયાન જો ભારે વરસાદ પડે તો પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદારૂ નીતિ કૌભાંડ કેસ: દિલ્હી કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાની જામીન અરજી ફગાવી
Next articleકોવિશિલ્ડ આડઅસરનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, તપાસ માટે પેનલ બનાવવાની માંગ