Home અન્ય રાજ્ય જુલાઈથી મોબાઈલ બીલ વધુ મોંધા થશે, પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફમાં વધારો થશે

જુલાઈથી મોબાઈલ બીલ વધુ મોંધા થશે, પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફમાં વધારો થશે

27
0

(જી.એન.એસ),તા.૨૭

નવીદિલ્હી,

સ્પેક્ટ્રમની હરાજી પુરી થયા બાદ હવે ટેલિકોમ કંપનીઓ રેટ વધારવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતોના મતે જુલાઈથી રેટ 15 થી 20% વધી શકે છે, જેના કારણે મોબાઈલનો ઉપયોગ મોંઘો થઈ જશે. ટેલિકોમ કંપનીઓ હેડલાઇન ટેરિફ પણ વધારી શકે છે. સરકારે સ્પેક્ટ્રમની હરાજી માટે રિઝર્વ પ્રાઇસ રૂપિયા 96,238 કરોડ રાખી હતી, પરંતુ બીજા જ દિવસે હરાજી પૂરી થતાં સુધીમાં સરકારને માત્ર રૂ. 11,340.78 કરોડની બિડ મળી હતી. ત્રણેય ટેલિકોમ કંપનીઓએ માત્ર 141.4 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોબાઈલ ટેરિફમાં વધારો પ્રીપેડ અને પોસ્ટપેડ બંનેમાં જોવા મળી શકે છે. સ્પ્રેકટમ હરાજીમાં કંપનીઓએ 11,340 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હવે તેઓ ખર્ચ વસૂલવાનું શરૂ કરશે. હેડલાઇન ટેરિફમાં છેલ્લે ડિસેમ્બર 2021માં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી કંપનીઓએ માત્ર તેમના બેઝ પેકમાં વધારો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતી એરટેલ સૌથી પહેલા ટેરિફમાં વધારાની જાહેરાત કરી શકે છે.

એક્સિસ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ મલ્હોત્રાનું કહેવું છે કે, ટેલિકોમ કંપનીઓના ટેરિફ રેટમાં વધારાની સીધી અસર કંપનીના શેર પર જોવા મળી શકે છે. તેમના મતે ભારતી એરટેલનો શેર આવનારા સમયમાં 1534 રૂપિયાના લક્ષ્યાંકને ટક્કર આપી શકે છે. આવી જ સ્થિતિ રિલાયન્સના શેરમાં પણ જોવા મળશે. તે ટૂંક સમયમાં રૂ. 3512ના ટાર્ગેટ ભાવને સ્પર્શતો પણ જોવા મળશે. સરકારે સ્પેક્ટ્રમની હરાજી માટે રિઝર્વ પ્રાઇસ રૂપિયા 96,238 કરોડ રાખી હતી, પરંતુ બીજા જ દિવસે હરાજી પૂરી થતાં સુધીમાં સરકારને માત્ર રૂ. 11,340.78 કરોડની બિડ મળી હતી. ત્રણેય ટેલિકોમ કંપનીઓએ માત્ર 141.4 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. મોબાઈલ સ્પેક્ટ્રમની હરાજી મંગળવારથી શરૂ થઈ હતી. બીજા દિવસે બુધવારે જ્યારે હરાજી સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી, તેના થોડા કલાકો પછી જ સમાપ્ત થઈ ગઈ હતી. આ બે દિવસીય હરાજીની પ્રક્રિયામાં, ભારતી એરટેલ સ્પેક્ટ્રમ ખરીદવામાં સૌથી આગળ રહી. તેણે કુલ રૂ. 6,856.76 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ રૂ. 973.62 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી હતી. જ્યારે વોડાફોન આઈડિયાએ લગભગ રૂ. 3,510.4 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે. એકંદરે, આ સ્પેક્ટ્રમની હરાજીમાંથી કુલ રૂ. 11,340.78 કરોડ સરકાર પાસે આવ્યા છે. સરકારને સ્પેક્ટ્રમની હરાજીમાંથી 96,238 કરોડ રૂપિયા મળવાની અપેક્ષા હતી, પરંતુ તેને માત્ર 12 ટકા જ મળ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં અનુપમ ખોખરા પાસે સર્જાયેલ ગંભીર માર્ગ અકસ્માતમાં આરપીએફ જવાનનું મોત
Next articleફરીથી એક વાર ધૂમ મચાવશે KBC, પ્રોમો રિલીઝ થયો