Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી જીએસટી વિભાગે સેંકડો બિલ્ડરોને ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવા નોટિસ પાઠવી

જીએસટી વિભાગે સેંકડો બિલ્ડરોને ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવા નોટિસ પાઠવી

29
0

(જી.એન.એસ),તા.૧૫

નવીદિલ્હી,

જીએસટી વિભાગે સેંકડો બિલ્ડરોને તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવા માટે નોટિસ પાઠવી છે. આ નોટિસ વર્ષ 2017-18 અને 2018-19 માટે જારી કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટે બિલ્ડરોને બિલ્ડીંગ યુઝ (ઇઞ) પરમિશન મેળવતા સમયે ન વેચાયેલા એપાર્ટમેન્ટ્સ માટે ઈંઝઈ રિવર્સ કરવા જણાવ્યું છે. વિકાસકર્તાઓએ ઇઞ પરમિશન આપ્યા પછી વેચેલા એકમો માટે ૠજઝ ચૂકવ્યો ન હોવાથી, વિભાગે તેમને આવા એપાર્ટમેન્ટ્સ માટે પણ ઈંઝઈનો દાવો ન કરવા જણાવ્યું છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જણાવ્યું હતું કે, ૠજઝ વિભાગે 2018-19 માટે વધારાના ઈંઝઈનો દાવો કરનારા ઘણા ડેવલપર્સને નોટિસ પાઠવી છે. આ અંગે અગાઉ 8% અને/અથવા 12% (ઈંઝઈ સાથે)ના જૂના દરે ૠજઝનો વિકલ્પ ફક્ત તે પ્રોજેક્ટ્સ માટે જ ઉપલબ્ધ હતો જે 31 માર્ચ, 2019 સુધી ચાલુ હતા. 1 એપ્રિલ, 2019 પછી શરૂૂ થયેલ કોઈપણ પ્રોજેક્ટ માટે ફરજિયાતપણે 1% અથવા 5% (ઈનપુટ ટેક્સ ક્રેડિટ વિના)ના ૠજઝ દર માળખાને અનુસરવું જરૂૂરી છે. જો કે, કાયદા મુજબ, એકમોને ઇઞ પરવાનગી મળ્યા પછી તેના વેચાણ પર ૠજઝ લાગુ પડતો નથી.

વિભાગને એવા કેટલાક કિસ્સાઓ મળ્યા છે જેમાં વિકાસકર્તાઓએ સંપૂર્ણ ઈંઝઈનો દાવો કર્યો છે જ્યારે તેઓ નીચા ઈંઝઈ માટે પાત્ર હતા. આવી સ્થિતિમાં, વિભાગે નોટિસ જારી કરી છે જેમાં વિકાસકર્તાઓને વ્યાજ અને દંડ સાથે ઈંઝઈ રિવર્સ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે વિકાસકર્તાઓ ઈંઝઈ નિયમોથી વાકેફ ન હતા અને જો કોઈ ડેવલપરને આવી નોટિસ મળી હોય, તો તેણે વ્યાજ અને દંડ સાથે ઈંઝઈ રિવર્સ કરવું જોઈએ.

1 એપ્રિલ, 2019 પછી, સસ્તું હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ૠજઝ 1% છે જેમાં રહેણાંક એપાર્ટમેન્ટનો કાર્પેટ વિસ્તાર મેટ્રોપોલિટન શહેરોમાં 60 ચોરસ મીટર અથવા મેટ્રોપોલિટન શહેરો સિવાયના નગરો અને શહેરોમાં 90 ચોરસ મીટરથી વધુ ન હોવો જોઈએ. વસૂલવામાં આવેલી કુલ રકમ રૂૂ. 45 લાખથી વધુ ન હોવી જોઈએ. નોન એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ પર 5% ૠજઝ લાગે છે. લાખાણીએ જણાવ્યું હતું કે, ઉપરાંત, 1%અને 5%ના રાહત દરનો લાભ લેવા માટે, તે ફરજિયાત છે કે ઓછામાં ઓછા 80% ઇનપુટ અને ઇનપુટ સેવાઓ ફક્ત નોંધાયેલા સપ્લાયર્સ પાસેથી જ પ્રાપ્ત થવી જોઈએ. ખામીના કિસ્સામાં, રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ડેવલપર દ્વારા અછતની રકમ પર ટેક્સ ચૂકવવાપાત્ર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટોપ-5 વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ચોથા ક્રમે જાપાન
Next articleગૌરી ખાને મુંબઈમાં એક લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ શરૂ કરી