Home અન્ય જીએનએસ ન્યૂઝ સર્વિસ હવે પાંચ ભાષામાં, લખનૌથી કરાયો ઉર્દૂ સેવાનો પ્રારંભ

જીએનએસ ન્યૂઝ સર્વિસ હવે પાંચ ભાષામાં, લખનૌથી કરાયો ઉર્દૂ સેવાનો પ્રારંભ

1325
0
SHARE

ગુજરાત અને દેશની અગ્રણી વાયર ન્યૂઝ એજન્સી ગુજરાતી ન્યુઝ સર્વિસ (જીએનએસ) દ્વારા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને તેલુગુ ભાષા બાદ હવે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનથી ઉર્દૂ ભાષામાં પણ સમાચાર સેવા શરૂ કરવામાં આવી છે. લખનૌમાં આયોજીત એક કાર્યક્રમમાં ઉર્દૂ ભાષાની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જીએનએસ સમાચાર સેવા જુલાઈ 2009માં શરૂ કરવામાં આવી હતી અને જોત જોતામાં તે આજે દેશની અગ્રણી વાયર ન્યુઝ એજન્સીમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. શરૂઆતમાં માત્ર ગુજરાતી ભાષામાં સમાચાર સેવા આપવાની સાથે ધીમે ધીમે હિન્દી, અંગ્રેજી અને તેલુગુ ભાષામાં સેવા શરૂ થઈ હતી. ઉર્દૂ ભાષાનાં વિશાળ અખબારોને ધ્યાનમાં રાખીને હવે ઉર્દૂમાં પણ જીએનએસ દ્વારા સમાચાર સેવા સેવા શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જીએનએસ સમાચાર સેવા પીઆઈબી દ્વારા માન્યતાપ્રાપ્ત છે. આ ઉપરાંત પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું સભ્યપદ પણ ધરાવે છે. જીએનએસ ન્યૂઝ એજન્સીનું ડીએવીપીની પ્રિન્ટ મીડિયા એડવર્ટાઈઝમેન્ટ પોલિસી 2016માં સમાવવામાં આવી છે. તેના કારણે જે અખબારો ડીએવીપીની જાહેરખબરોનો 15 પોઇન્ટનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓ જીએનએસ સર્વિસ મારફતે તેનો લાભ લઇ શકે છે. આમ ડીએવીપી દ્વારા પણ આ સમાચાર એજન્સીને માન્યતા મળી છે.

Print Friendly, PDF & Email