(જી.એન.એસ) તા. 31
નવી દિલ્હી,
જળશક્તિ મંત્રાલય હેઠળના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD, GR) વિભાગે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરી છે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં માસ કોમ્યુનિકેશન ક્ષેત્રે સ્નાતક/અનુસ્નાતક પદવી મેળવનાર અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાં ઇન્ટર્ન તરીકે નોંધાયેલા તાલીમાર્થીઓને સંશોધન વિદ્વાન તરીકે જોડવાનો છે.
ઇન્ટર્નશિપ પ્રોગ્રામ પસંદગીના ઉમેદવારોને મીડિયા/સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ સંબંધિત વિભાગના કાર્ય સાથે જોડવા માટે ટૂંકા ગાળાનો અનુભવ પ્રદાન કરે છે. જે વિદ્યાર્થીઓએ માસ કૉમ્યુનિકેશન અથવા જર્નાલિઝમ અથવા સંબંધિત ક્ષેત્રોમાં સ્નાતક પૂર્ણ કર્યું છે અથવા કોઈપણ માન્યતા પ્રાપ્ત કૉલેજ/યુનિવર્સિટીમાંથી ઉપરોક્ત ક્ષેત્રોમાં તેમના પીજી અથવા ડિપ્લોમા (માસ કૉમ્યુનિકેશન અથવા સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક પૂર્ણ કરવાને આધિન) અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માર્ગદર્શિકામાં દર્શાવેલ શરતોને આધીન પાત્ર છે.
ઇન્ટર્નશિપનો સમયગાળો છથી નવ મહિનાનો રહેશે. ઇન્ટર્નશીપ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર પસંદગી પામેલા ઉમેદવારોને પ્રતિ માસ રૂ. 15,000/-નું માનદ વેતન અને ઇન્ટર્નશીપનું પ્રમાણપત્ર આપવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 29 જૂન, 2024 છે. જેઓ ઈન્ટર્નશિપ માટે અરજી કરવા ઈચ્છતા હોય તેઓ માત્ર ઑનલાઇન ફોર્મ દ્વારા જ અરજી કરી શકે છે, જે https://mowr.nic.in/internship/ પર ઉપલબ્ધ છે. અન્ય વિગતો માટે, અહીં ઍક્સેસ કરો: https://jalshakti-dowr.gov.in/.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.