Home દેશ - NATIONAL જય શાહે BCCIનું પદ છોડતા પહેલા એક મોટી જાહેરાત કરી

જય શાહે BCCIનું પદ છોડતા પહેલા એક મોટી જાહેરાત કરી

16
0

(જી.એન.એસ),તા.૨૭

મુંબઇ,

ભારતીય ક્રિકેટ કંટ્રોલના સચિવ જય શાહ ટુંક સમયમાં પોતાનું પદ છોડી શકે છે. બીસીસીઆઈના સચિવ જય શાહ હવે વર્લ્ડ ક્રિકેટ બોર્ડનો સચિવ બનશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના હાલના ચેરમેન ગ્રેગ બાર્કલનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. તેનું સ્થાન જય શાહ લેશે તે નક્કી જોવા મળી રહ્યું છે. આ નિર્ણય ટુંક સમયમાં જ લેવામાં આવશે.જય શાહે બીસીસીઆઈનું પદ છોડતા પહેલા એક મોટી જાહેરાત કરી છે.  જય શાહે ક્રિકેટર પર પૈસાનો વરસાદ કર્યો છે. જેનો ફાયદો મહિલા ક્રિકેટરોથી લઈ જૂનયિર અને સીનિયર પુરુષ ક્રિકેટરો સુધી થશે. બીસીસીઆઈ સચિવ જય શાહે સોમવારે પોસ્ટ દ્વારા બોર્ડના નવા નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, બોર્ડ તરફથી સ્થાનિક ક્રિકેટમાં મહિલાઓની તમામ ટૂર્નામેન્ટ અને જૂનિયર ક્રિકેટની તમામ ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડ જીતનાર ખેલાડીઓને ઈનામમાં પૈસા આપવામાં આવશે.

આટલું જ નહિ સીનિયર પુરુષ ક્રિકેટની 2 સૌથી મહત્વની ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટમાં પણ એવોર્ડની સાથે પ્રાઈઝ મની આપવામાં આવશે. રણજી ટ્રોફીમાં પહેલાથી જ પ્રાઈઝમની આપવામાં આવી રહી છે.  છેલ્લા 3-4 વર્ષમાં બીસીસીઆઈએ પુરુષ ટીમની સાથે મહિલા ક્રિકેટ અને સ્થાનિક ક્રિકેટમાં પણ ખેલાડીઓની કમાણી વધારવાનું કામ કર્યું છે.આ વર્ષની શરુઆતમાં જ બોર્ડે ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે વધુ મેચ રમનાર ખેલાડીઓની મેચ ફીમાં પણ વધારો કર્યો હતો. 2 વર્ષ પહેલા બોર્ડે 3 ફોર્મેટના ઈન્ટરનેશનલ મેચમાં મહિલા ખેલાડીઓની મેચ ફીપુરૂષ ખેલાડીઓની બરાબર કરવાની જાહેરાત પણ કરી હતી. અગાઉ બોર્ડે રણજી ટ્રોફી રમનારા ખેલાડીઓની મેચ ફી પણ લગભગ બમણી કરી દીધી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમથુરામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી
Next articleવેરાવળ પાસે દરિયામાં એન્જિન બંધ થતા બોટ પલટી