Home ગુજરાત જયંતિ રવીજી, અધૂરી માહિતી આપી “આત્મ શ્ર્લાગા” કરવાથી કોરોના કંટ્રોલમાં નહિં આવે

જયંતિ રવીજી, અધૂરી માહિતી આપી “આત્મ શ્ર્લાગા” કરવાથી કોરોના કંટ્રોલમાં નહિં આવે

563
0
SHARE

સ્પેન અને ઇટાલીએ વધુ ટેસ્ટીંગ કરીને વધુ કેસો બહાર લાવીને કેટલાય લોકોને બચાવ્યાં,
ગુજરાતે ઓછા ટેસ્ટીંગ કરીને કેટલાયના જાન જોખમમાં મૂક્યા…?
નીતિનભાઇ સંભાળજો….આ જ્વાબદારી તમારી છે

(જીએનએસ. પ્રવિણ ઘમંડે), તા.26
ગુજરાતની સરખામણી એક સમયે વિકાસની બાબતમાં બીજા વિકાશશીલ દેશો સાથે થતી હતી. આજે કોરોનાને કારણે ગુજરાતની સરખામણી એવા દેશો સાથે થઇ રહી છે કે જ્યાં કોરોના મહામારીએ એવો હાહાકાર મચાવ્યો કે જ્યાં ચીન કરતાં પણ ભારે તબાહી મચી ગઇ. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ કે જેમને કેટલાક હવે આરોગ્ય મંત્રી તરીકે ઓળખે છે( કેમ કે સાચા આરોગ્યમંત્રી નીતિન પટેલ તો મિડિયા બ્રિફિંગમાં આવતા નથી છેલ્લાં એક મહિનાથી) તે જયંતિ રવિએ આજે રવિવારે કોરોના ના કેસો અને સરકારની જાણકારી મિડિયાને આપતા એમ કહ્યું કે કોરોનામાં ગુજરાતની સ્થિતિ ગુજરાત જેટલી જ વસ્તી ધરાવનાર સ્પેન અને ઇટાલી કરતાં તો સારી છે…!!
કોરોના મહામારીમાં સ્પેનમાં 2 લાખ કરતાં વધારે કેસો નોંધાયા છે, ઇટાલીમાં 1.95 લાખ કરતાં વધારે કેસો નોંધાયા છે, સ્પેનમાં 22 હજાર કરતાં વધુ લોકો માર્યા ગયા તો ઇટાલીમાં પણ 26 હજાર કરતાં વધારે લોકો માર્યા ગયા છે. તેની સરખામણીએ ગુજરાતમાં કેસો અને મોતની સંખ્યા ઓછી છે. પરંતુ આ બે દેશોમાં કોરોના ટેસ્ટીંગનો રેશિયો કેટલો છે…? સ્પેનમાં પ્રતિ મિલિયન એટલે કે દર 10 લાખે 19 હજાર કરતાં વધુ ટેસ્ટ થયા છે તો ઇટાલીમાં આ રેશિયો 28 હજાર કરતાં વધારે છે. સચિવે આ આંકડા આપ્યાં નથી. સચિવે ગુજરાતમાં ટેસ્ટીંગના આંકડા આપ્યા તે મુજબ ગુજરાતમાં દર 10 લાખે માત્ર 1547 અને અમદાવાદમાં 2701 ટેસ્ટ થાય છે….!!
અન્ય શબ્દેમાં કહીએ તો સ્પેન અને ઇટાલીની સરખામણીએ ગુજરાતમાં આ દેશો કરતાં 10 ટકા કરતાં પણ ઓછા ટેસ્ટ થાય છે. તો પછી તેમની સાથે તુલના કઇ રીતે થઇ શકે…? સચિવના મનપસંદ આ બે દેશોમાં કેસો વધારે છે તેનું મુખ્ય કારણ એ છે કે ત્યાં ટેસ્ટીંગનું પ્રમાણ વધારે છે. જ્યારે ગુજરાતમાં 3 હજાર ટેસ્ટીંગ રોજે રોજ થયા બાદ તેમાં ઘટાડો કરાયો અથવા તો આંકડા આપવામાં છબરડા જોવા મળ્યા છે. ટેસ્ટીંગ વધારે થાય તો પોઝીટીવ કેસો વધારે થાય. પણ જો ટેસ્ટીંગ ઓછા થાય તો દેખીતી રીતે જ કેસો પણ ઓછા બહાર આવે. આ રોગ કોઇ એવો તો છે નહીં કે શરીર પર તેના બાહ્ય લક્ષણો મળે અને તરત જ ઓળખાઇ જાય કે હાં, આ કોરોનાનો દર્દી છે. લક્ષણો માટે ટેસ્ટીંગ અનિવાર્ય અને ટેસ્ટીંગમાં ગુજરાત સ્પેન અને ઇટાલી કરતાં 90 ટકા પાછળ છે તો સરકાર અને સચિવ તેની સાથે ગુજરાતની સરખામણી કઇ રીતે કરી શકે…? શું સચિવ રવિ સરકારને ગેરમાર્ગે દોરી રહ્યાં છે…શું સરકારના કહેવાથી આવી સરખામણીની માબિતી આપી રહ્યાં છે….કેમ કે તેમણે અધૂરી માહિતી આપીને છબરડો વાળવાની સાથે રૂપાણી સરકારને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી છે.
સનદી અધિકારી એવા જયંતિ રવિને ટેસ્ટીંગના આંકડાના મામલે એક અખબારે ઉધડો લીધા બાદ પોતાની ભૂલ થઇ હોવાનું કહીને માફી માંગવી પડી છે. રોજ 3 હજાર ટેસ્ટીંગ થાય છે એમ કહેનાર સચિવેરૂટિન બ્રિફિંગમાં ટેસ્ટીંગના આંકડા ઓછા આપતા અખબારે તેના સમાચાર પ્રસિધ્ધ કર્યા ત્યારે હાંફળા હાંફળા થઇને સચિવને કહેવું પડ્યું કે, સોરી મારી ભૂલ થઇ…3 હજાર ટેસ્ટ થયા છે. સચિવે કોરોનાના કેસો વધ્યા ત્ટારે ક્યારેક જમાત ઉપર ઢોળ્યું ક્યારેક વળી વધારે ટેસ્ટીંગ થાય છે એટલે કેસો વધે છે એવું કારણ આપ્યું, ક્યારેક એમ કહ્યું કે 67માંથી 60 જણાં કોરોનાને કારણે નહીં પણ પોતાની અંગત બિમારીને કારણે મૃત્યુ પામ્યા છે…!!
સ્પેન અને ઇટાલી યુરોપના એવા દેશશો છે કે જેઓ પ્રજાથી કોઇ માહિતી છુપાવતા નથી. છેલ્લાં 35 દિવસમાં આ બે દેશોએ શરૂઆતથી જ ટેસ્ટીંગનું પ્રમાણ વધારે કરીને કોરોનાના વધુમાં વધુ કેસો શોધી કાઢવાનું કામ કરીને કેટલાય લોકોને સંક્રમિત થતાં બચાવ્યાં. જ્યારે ગુજરાતમાં માહિતી છુપાવવાના પ્રયાસો થાય છે, પ્રજાને અધી અધૂરી માહિતી આપવામાં આવે છે સચિવ દ્વારા અને ટેસ્ટીંગ ઓછા કરીને ઓછા કેસો બતાવીને સ્પેન અને ઇટાલી સાથે સરખામણી કરીને સરકાર અને સચિવે પ્રજાને ગેરમાર્ગે દોર્યા છે. સચિવ જાહેર કરે કે સ્પેન અને ઇટાલીમાં કેટલા ટેસ્ટીંગ થયા અને પ્રતિ મિલિયને તેનો દર શું છે. માત્ર એ દેશોની વસ્તી સાથે સરખામણી કરવી તે આત્મસંતોષ લેવા સમાન છે. બે વખત આંકડા જાહેર થતાં હતા તે હવે એકવાર જાહેર થાય છે. ખોટા આંકડાનો વિવાદ વધશે એટલે એ પણ બંધ થઇ જાય તો નવાઇ નહીં….!

Print Friendly, PDF & Email