Home દેશ - NATIONAL છત્તીસગઢના કાંકેરમાં ટ્રક અને ઑટો વચ્ચે અકસ્માત, 7 બાળકોના મોત થયા

છત્તીસગઢના કાંકેરમાં ટ્રક અને ઑટો વચ્ચે અકસ્માત, 7 બાળકોના મોત થયા

47
0

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે એક ભીષણ રોડ અકસ્માતમાં 7 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ઓટો અને ટ્રકમાં જોરદાર અથડામણ થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, ઓટો રોડ પરથી દૂર જઈને પલ્ટી ગઈ હતી. ઓટોના છોત્તરા ઉડી ગયા હતા. જેનાથી ઘટનાસ્થળ પર 5 બાળકોના કરુણ મોત થયા હતા. તો વળી ગંભીર રીતે ઘાયલ બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં બે બાળકોએ દમ તોડ્યો હતો.

આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સંવેદના વ્યક્ત કરી છે. આ ઘટના કાંકેર જિલ્લાના કોરાર ગામની નજીક ઘટી છે. જ્યાં સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી ઓટોને ટ્રકે ટક્કર મારી હતી, જેમાં સાત બાળકોના મોત થઈ ગયા હતા. જ્યારે એક ઓટો ચાલક ઘાયલ થઈ ગયો હતો. કહેવાય છે કે, ઘટના એટલી ભયંકર હતી કે, ઘટના પર હાજર લોકોના હોશ ઉડી ગયા હતા.

ઘટના બાદ જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે અને ઘાયલોને ઉત્તમ સારવાર માટે હોસ્પિટલમાં ડોક્ટરની એક સ્પેશિયલ ટીમ મોકલી છે. પણ ઓટો અને ટ્રકની અથડામણમાં વધુ બે બાળકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. દુર્ઘટના બાદ કાંકેર જિલ્લા હોસ્પિટલમાં એક બાળકની સારવાર ચાલી રહી છે.

આ ઘટનામાં હવે મૃતક સ્કૂલના વિદ્યાર્થીની સંખ્યા 7 થઈ ગઈ છે. ડોક્ટરોનું કહેવું છે કે, ઓટો ડ્રાઈવરની સ્થિતી નાજૂક છે. જો કે, ઓટોમાં કુલ કેટલા બાળકો હતા, તેની વિગતો જાણવા મળી નથી. તો વળી ઘટના બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. આ તમામ બાળકો પ્રાઈવેટ સ્કૂલના હોવાનું કહેવાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં માતા-પિતાએ જ દીકરીની કરી હત્યા, કારણ છે એવી બાબત કે…
Next articleબજેટ બાદની રિલીફ રેલીની શક્યતા વચ્ચે નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!