Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ચૂંટણી પંચ ની કાર્યવાહી – કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા ને 48 કલાક માટે...

ચૂંટણી પંચ ની કાર્યવાહી – કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા ને 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ 

36
0

(જી.એન.એસ) તા. ૧૭

નવી દિલ્હી,

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને યુપીની મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર હેમા માલિની પર ટિપ્પણી કરવી ભારે પડી છે.  

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હરિયાણાના કૈથલમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ભાજપ નેતા અને મથુરાના સાંસદ હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે સુરજેવાલાએ સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે મારો ઈરાદો તેમનું અપમાન કરવાનો ન હતો. ચૂંટણી પંચે 9 એપ્રિલે સુરજેવાલાને નોટિસ પાઠવી હતી. પંચે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પ્રચારને મહિલાઓ પ્રત્યે કોઈપણ પ્રકારના અપમાન માટેનું પ્લેટફોર્મ બનવાની મંજૂરી આપી શકાય નહીં. જો કે વાંધાજનક ટિપ્પણી પર ટીકા બાદ સુરજેવાલાએ કહ્યું કે તેમનો ઈરાદો અભિનેત્રી અને નેતાનું અપમાન કરવાનો ન હતો. અહીં બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું કે વિપક્ષે વડાપ્રધાન મોદી પાસેથી મહિલાઓનું સન્માન કરવાનું શીખવું જોઈએ. તેઓ માત્ર લોકપ્રિય લોકોને જ ટાર્ગેટ કરે છે કારણ કે ઓછા લોકપ્રિય લોકોને ટાર્ગેટ કરવામાં કોઈ ફાયદો નથી.

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરના લાકરોડા ગામે દર્શનયોગ ધામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સમર્પણ ભવનનું લોકાર્પણ અને વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ
Next articleકેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય (MHA) કાર્યાલયમાં આગ ની ઘટના