Home દુનિયા - WORLD ચીનમાં BA.5.2 અને BF.7એ કહેર મચાવ્યો, 773 સિક્વન્સ મળ્યા, WHOએ ચિંતા વ્યક્ત...

ચીનમાં BA.5.2 અને BF.7એ કહેર મચાવ્યો, 773 સિક્વન્સ મળ્યા, WHOએ ચિંતા વ્યક્ત કરી

52
0

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) ચીનમાં કોવિડ-19ના પ્રકોપને લઈને મોટો ખુલાસો કર્યો છે. WHOએ બુધવારે જણાવ્યું હતું કે, ચીન દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે લોકો માત્ર ઓમિક્રોનના સબવેરિયન્ટ BA.5.2 અને BF.7થી સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં ફેલાયેલા આ કેસોમાં 97.5 ટકા કેસ માટે આ સબવેરિયન્ટ્સ જ જવાબદાર છે. આ સાથે WHOએ પણ કહ્યું કે તે વૈશ્વિક સ્તરે કોવિડની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. એએનઆઈના જણાવ્યા અનુસાર, ડબલ્યૂએચઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં તમામ દેશોને સતર્ક રહેવા અને કેસો ઉપર નજર રાખવા અને ઓમિક્રોનના સબવેરિયન્ટ્સનું સ્વતંત્ર અને તુલનાત્મક વિશ્લેષણ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ડબ્લ્યુએચઓએ તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે કોરોનાવાયરસની ઉત્પત્તિ પર ટેકનિકલ સલાહકાર જૂથે (TAG-VE) મંગળવારે ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સાથે બેઠક કરી હતી. આ સાથે જ ચીનના સીડીસી વિશ્લેષણમાં કોવિડ સંક્રમણના મોટાભાગના કેસોમાં ઓમિક્રોનના સબવેરિયન્ટ BA.5.2 અને BF.7 મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસો છુપાવવાને કારણે હાલ ચીનની વૈશ્વિક સ્તરે સતત ટીકા કરવામાં આવી રહી છે. આ ટીકાઓ બાદ ચીને જીનોમિક ડેટા શેર કર્યો છે, જેમાં ચીનની સીડીસીએ બહારથી આવતા અને સ્થાનિક રીતે મળેલા કેસોનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ ડબલ્યૂએચઓએ કહ્યું છે કે કેટલાક અન્ય ઓમિક્રોન સબ-વેરિયન્ટ્સ પણ મળી આવ્યા છે.

WHO અનુસાર, 3 જાન્યુઆરી સુધી GISAID EpiCoV ડેટાબેઝમાં ચીનમાંથી 773 સિક્વન્સ જમા કરવામાં આવ્યા છે. આમાંથી મોટાભાગના (564 સિક્વન્સ) 1 ડિસેમ્બર, 2022 પછી એકત્રિત કરવામાં આવ્યા છે. એકત્ર કરાયેલા સિક્વન્સમાંથી માત્ર 95 સિક્વન્સ સ્થાનિક સ્તરે જોવા મળતા કેસ માટે જવાબદાર હતા. આ સાથે જ 187 સિક્વન્સ બહારથી આવવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે 261 સિક્વન્સ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. જણાવી દઈએ કે, ચીન હાલમાં કોરોનાના ગંભીર સંક્રમણમાંથી પસાર થઈ રહ્યું છે. ઝીરો-કોવિડ પ્રોટોકોલમાં આપવામાં આવેલી છૂટછાટ બાદથી જ અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ છે અને લોકોથી ઉભરાતી હોસ્પિટલોના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleWHOએ દુનિયાને રાહત આપતા કહ્યું, “ચીનના કોવિડ ડેટામાં કોઈ નવો વેરિએન્ટ જોવા મળ્યો નહીં”
Next articleWHOએ XBB.1.5 સબવેરિયન્ટથી 29 દેશોમાં સંક્રમિત લોકો જોવા મળ્યા, અન્ય દેશોમાં ફેલાવવાની શક્યતા વ્યક્ત કરી