Home દેશ - NATIONAL ચા પીવા આવેલા કાકાના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો, કપડામાં લાગી આગ

ચા પીવા આવેલા કાકાના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો, કપડામાં લાગી આગ

78
0

(GNS),21

મોબાઈલ વિના આપણે એક ક્ષણ પણ રહી શકતા નથી. ઓફિસનું કામ હોય કે પછી સગાસંબંધીઓ સાથે ચેટીંગ, સૌ કોઈ દિવસભરમાં ફોનમાં લાગેલા જોવા મળે છે. તેના કારણે કેટલાય કામ સરળ પણ થઈ ગયા છે. દિવસભર ફોન મેસેજ આવતા રહે છે, તેના માટે મોબાઈલ લોકો હંમેશા પોતાની પાસે રાખે છે. જ્યાં પણ મોકો મળે ચાર્જ પર લગાવી દેતા હોય છે. જેથી બંધ ન થાય. તેને ક્યારેય સ્વિચઓફ કરવાનું વિચારતા નથી. પણ તેનું ભયંકર પરિણામ થઈ શકે છે.

ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં આપ જોઈ શકો છો કે, ધોતી અને સફેદ કમીઝ પહેરેલા આ દાદા ચાની દુકાન પર આવે છે. એકદમ સાદા કપડામાં આવેલા કાકાને દુકાનદારે માટીના વાસણમાં ચા પીવડાવી. તેઓ ચા પીવા જતાંતા કે તરત તેમના ખીસામાં રાખેલો મોબાઈલ ફોન ફાટ્યો. અવાજ એટલો જોરદાર હતો કે, કાકા ફટાફટ ઊભા થઈ ગયા. ખિસ્સામાંથી મોબાઈલ કાઢવા લાગ્યા, ત્યાં સુધીમાં તો આગ લાગી ગઈ. તેના કપડા સળગી રહ્યા હતા. તેઓ બૂમો પાડતા ભાગવા લાગ્યા, જેને જોઈ દુકાનદાર પણ ડરી ગયો. તેણે દોડીને આગ ઠારવાની કોશિશ કરી, જેમ તેમ કરીને ફોન બહાર કાઢ્યો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટ્રેનમાં સવાર દરેક વ્યક્તિની જવાબદારી રેલવે વિભાગની
Next articleપંજાબમાં પોલીસ મેસમાં રાખેલી 300 કિલો વજનવાળી તોપ કોઈ ચોરી ગયું