ઝારખંડમાં, ટ્રેન દુર્ઘટના થવાનું કારણ : ઈમરજન્સી બ્રેક, પ્લાસ્ટિક કવર કે ડ્રાઈવરની ભૂલ
(જી.એન.એસ),તા.૩૦
ચક્રધરપુર,
ઝારખંડના રાજખારસાવન અને બડાબામ્બો સ્ટેશન વચ્ચે રેલવે એકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને 40 મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. દુર્ઘટનામાં સામેલ ટ્રેનના લોકો પાયલટને ત્રણ વખત શ્રેષ્ઠ ડ્રાઈવરનો એવોર્ડ મળ્યો છે. ઝારખંડના ચક્રધરપુરમાં મંગળવારે હાવડાથી મુંબઈ જઈ રહેલી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત અંગે પ્રથમ કારણ સામે આવી રહ્યું છે તે છે ટ્રેનના લોકો પાઇલટ દ્વારા ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવી હતી.
જ્યાં ટ્રેન દુર્ઘટના ઘટી હતી ત્યાં ગુડ્સ ટ્રેનના વેગન પહેલેથી જ ઉભા હતા. વેગન સંપૂર્ણપણે પ્લાસ્ટિકથી ઢંકાયેલી હતી. રેલવે પાસેથી મળેલી માહિતી મુજબ, જોરદાર પવનને કારણે વેગન પરનું પ્લાસ્ટિકનું કવર અચાનક ઉડી ગયું હતું. પ્લાસ્ટિકનું કવર ઊડીને હાવડા-મુંબઈ મેઈલના એન્જિન પર પડ્યું. જેના કારણે હાવડા-મુંબઈ મેઈલના એન્જિનના કાચ સંપૂર્ણ ઢંકાઈ ગયા હતા. એકાએક લોકો પાયલોટની સામે અંધકાર છવાઈ ગયો. ટ્રેનના એન્જિનમાં લગાવવામાં આવેલી બાહ્ય મુખ્ય લાઇટને પણ આવરી લેવામાં આવી હતી. લોકો પાયલોટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. તે સમયે આ ટ્રેનની ઝડપ લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાક હતી.
આ અકસ્માત રાજખારસાવન અને બડાબામ્બો સ્ટેશન વચ્ચે થયો હતો. ટ્રેન નંબર 12810 હાવડા મુંબઈ મેલમાં LHB કોચ જોડવામાં આવ્યો હતો. આ પ્રકારના કોચમાં ડિસ્ક બ્રેક હોય છે. ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવતા જ ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ સાથે 12810 નંબરના કેટલાક ડબ્બા નજીકમાં ઉભેલી માલગાડીના વેગન સાથે અથડાઈ ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને 40 જેટલા મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. ચક્રધરપુરમાં અકસ્માતનો ભોગ બનેલી મુંબઈ મેલ એક્સપ્રેસ ટ્રેન સાડા ત્રણ કલાક મોડી ચાલી રહી હતી. ટ્રેન નંબર 12810, જેમાં ટાટાનગરનું એન્જિન નંબર 37077 જોડાયેલ હતું. તે ટાટાનગર સ્ટેશનથી સવારે 2:39 વાગ્યે, સાડા ત્રણ કલાક અને મિનિટ મોડું થયું. ટાટાનગર સ્ટેશન પર ટ્રેનનો આવવાનો સમય 11.02 મિનિટનો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.