Home દુનિયા - WORLD ગૌતમ અદાણી 12400 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે

ગૌતમ અદાણી 12400 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે

42
0

(જી.એન.એસ),તા.૧૭

હિંડનબર્ગ રિસર્ચના આરોપોમાંથી બહાર આવેલા દિગ્ગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ચર્ચા દેશની સાથે વિદેશમાં પણ થઈ રહી છે. દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક દરમિયાન પણ ગૌતમ અદાણી ચર્ચાનો વિષય બન્યા છે. ગૌતમ અદાણીએ તેલંગાણાના મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી અને તેલંગાણામાં 12,400 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. સીએમ રેવંત રેડ્ડી અને ગૌતમ અદાણી વચ્ચે 4 MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

હાલ તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે.  તેલંગાણામાં અદાણી ગ્રીન એનર્જી 1350 મેગાવોટ ક્ષમતાના બે પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સમાં 5,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અદાણી તેલંગાણામાં ડેટા સેન્ટર પણ બનાવશે, જેના માટે 5,000 કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની તેલંગાણામાં સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટ સ્થાપવા માટે 1400 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અદાણીની એરોસ્પેસ એન્ડ ડિફેન્સ કંપની કાઉન્ટર ડ્રોન સિસ્ટમ અને મિસાઈલ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ સેન્ટરોમાં 1,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. 

દાવોસમાં સીએમ રેવંત રેડ્ડી અને ગૌતમ અદાણી વચ્ચે તેલંગાણામાં રોકાણ બાબતે લગભગ 1 કલાક સુધી વાતચીત થઈ હતી. બેઠક બાદ રેવન્ત રેડ્ડીએ ખાતરી આપી કે, રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ્સ માટે તમામ પ્રકારની મદદ અને સુવિધાઓ આપશે. સાથે જ ગૌતમ અદાણીએ પણ કહ્યું કે, તેલંગાણામાં નવી સરકાર ઈન્વેસ્ટર્સ ફ્રેંડલી છે. અહીં વધારે રોકાણ થવું ખૂબ જરૂરી છે. અદાણી ગ્રૂપ રાજ્યના વિકાસ પથ પર હંમેશા સાથે રહેશે. 

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની 5 દિવસની બેઠક 15 જાન્યુઆરી 2024 થી સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહી છે. જેમાં દુનિયાના જુદા-જુદા દેશના 2800 થી વધારે નેતાઓએ ભાગ લીધો છે. આ સાથે જ મીટિંગમાં 60 થી વધારે દેશના વડાઓએ પણ ભાગ લીધો છે. ભારત તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, અશ્વિની વૈષ્ણવ અને હરદીપ સિંહ પુરી દાવોસમાં હાજર છે. તેમની સાથે 3 રાજ્યના મુખ્યપ્રધાન અને 100 થી વધારે કંપનીના CEO એ પણ ભાગ લીધો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર દ્વારા કલોલ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન
Next articleનિક જોનાસ અને પ્રિયંકાએ માલતીનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, તસવીર થઇ વાઈરલ