Home દુનિયા - WORLD ગૂગલે પ્લે સ્ટોર પર 10 ભારતીય એપ્સ રિસ્ટોર કરી

ગૂગલે પ્લે સ્ટોર પર 10 ભારતીય એપ્સ રિસ્ટોર કરી

53
0

ભારત સરકારના હસ્તક્ષેપ બાદ કંપનીએ પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો

(જી.એન.એસ),તા.૦૩

નવીદિલ્હી,

ભારતીય એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર પાછી આવી છે. વાસ્તવમાં, ગૂગલે સર્વિસ ફીની ચૂકવણી ન કરવા બદલ પ્લે સ્ટોર પરથી કેટલીક ભારતીય એપ્સ હટાવી દીધી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્સ હટાવવાની કાર્યવાહીને ખોટી ગણાવી છે. તેમણે સોમવારે ગૂગલ એપ ડેવલપર્સની મીટિંગ બોલાવી છે. અગાઉ ગૂગલે પ્લે સ્ટોરની સર્વિસ ફીની ચૂકવણી ન કરવા બદલ પ્લે સ્ટોરમાંથી 10 ભારતીય એપ્સને હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલો ખૂબ જ ગરમ બન્યો હતો અને આ પગલા માટે ગૂગલની ઘણી ટીકા થઈ હતી. એપ ડી-લિસ્ટિંગના મુદ્દે સરકારે દરમિયાનગીરી કરવી પડી અને પછી ગૂગલ બેકફૂટ પર આવી ગયું. હવે તમામ ભારતીય એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર પાછી આવી ગઈ છે. Google જે એપ્સને દૂર કરવા જઈ રહ્યું છે તેમાં નોકરી ડોટકોમ, સાદી ડોટકોમ, 99 acres ડોટકોમ જેવી લોકપ્રિય એપનો સમાવેશ થાય છે. ગૂગલે કહ્યું કે આ એપ ડેવલપર્સે તેની ગાઈડલાઈન્સનું પાલન કર્યું નથી, તેથી એપ્સને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગૂગલના આ પગલાની નિંદા કરી છે.

પીટીઆઈના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે ભારતની નીતિ ખૂબ જ સ્પષ્ટ છે. અમારા સ્ટાર્ટઅપ્સને તેમને જરૂરી સુરક્ષા મળશે. આ પ્રકારની ડી-લિસ્ટિંગ કોઈને પણ મંજૂરી આપી શકાય નહીં. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ડી-લિસ્ટિંગથી પ્રભાવિત ગૂગલ અને એપ ડેવલપર્સને મીટિંગ માટે બોલાવ્યા છે. આ બેઠક સોમવારે યોજાવાની છે. સરકારના કડક વલણ બાદ ગૂગલે ગૂગલ પ્લે સ્ટોર પર તમામ ડી-લિસ્ટેડ એપ્સને રિસ્ટોર કરી દીધી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગૂગલે ગૂગલ પ્લે સ્ટોરની પેમેન્ટ પોલિસી અપડેટ કરી છે. જોકે, ઘણા ભારતીય એપ ડેવલપર્સે તેની સર્વિસ ફી ચૂકવી નથી. તેનાથી પરેશાન થઈને ગૂગલે 1 માર્ચે એક બ્લોગ પોસ્ટમાં ભારતીય એપ ડેવલપર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી હતી. જોકે, કંપનીએ કોઈ ચોક્કસ એપનું નામ આપ્યું નથી.  ગૂગલ પ્લે સ્ટોર પરથી 10 ભારતીય એપ્સને દૂર કરવા જઈ રહ્યું હતું. તેમાં સાદી ડોટકોમ, Quack Quack, Stage, InfoEdge ની માલિકીની એપ્લિકેશન જેવી કે નોકરી ડોટકોમ, અને 99 acres ડોટકોમ, જેવી લોકપ્રિય એપ્સનો સમાવેશ થાય છે. ભારતીય સ્ટાર્ટઅપ અને ગૂગલ વચ્ચે સર્વિસ ફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. Google તેના પ્લે સ્ટોર પર ઇન-એપ ખરીદીઓ અને પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરવા માટે 26 ટકા સુધી સર્વિસ ફી વસૂલ કરે છે. સ્ટાર્ટઅપ્સ માને છે કે આ ફી ઘણી વધારે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએકટ્રેસ વૈજયંતી માલાએ રામ મંદિરમાં ભરતનાટ્યમ કર્યું
Next articleરામ લલ્લાના દરબારમાં ‘ગરુડદેવ’ પહોંચ્યા, વીડિયો થયો વાયરલ