Home ગુજરાત ગુજરાતમાં વાવાઝોડું,200 જેટલી ટ્રેન રદ, 350 જેટલી બસ બંધ કરવામાં આવી

ગુજરાતમાં વાવાઝોડું,200 જેટલી ટ્રેન રદ, 350 જેટલી બસ બંધ કરવામાં આવી

34
0

(GNS)13

ગુજરાતમાં વાવાઝોડું સતત તેજ ગતિથી આગળ વધી રહ્યુ છે. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં બસ અને રેલવે સેવા પર અસર થઇ છે. સાવચેતીના ભાગરુપે કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે. વાવાઝોડાને લઈને પશ્ચિમ રેલવે પર અસર થઇ છે. કચ્છ-ભુજ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિત ઇફેક્ટ એરિયામાં રેલવે વ્યવહાર બંધ થયો છે. આજથી 15 જૂન સુધી રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છ તરફના ઈફેક્ટેડ એરિયાની તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. તો કેટલાક સ્થળે ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. અંદાજે 200 જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે. જરૂર પ્રમાણે પશ્ચિમ રેલવે દ્વારા સાવચેતીના ભાગરૂપે નિર્ણય લેવાઈ રહ્યો છે. તેમજ રેલવે યાર્ડ પણ સુરક્ષાના ભાગરૂપે ખાલી કરાવાઈ રહ્યા છે.
બીજી તરફ વાવાઝોડાને લઈને એસટી વિભાગ એલર્ટ છે. દરિયાઈ સીમા પર મોનિટરિંગ કરાઈ રહ્યું છે. GPS ટ્રેકિંગ દ્વારા લાઈવ મોનિટરિંગ કરાઇ રહ્યું છે. રાણીપ ખાતે એસટી ઓફીસ પર બનાવેલા સીસીસી કંટ્રોલરૂમ ખાતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના કોસ્ટલ એરિયામાં જીઓ ફેન્સ લાગુ કરવામાં આવ્યું છે. તો જીઓ ફેન્સ મારફતે બસના સંચાલન પર લાઈવ નજર રખાઇ રહી છે. ઇફેક્ટેડ કોસ્ટલ વિસ્તારમાં જતી બસનું લાઈવ મોનિટરિંગ કરીને કોલ કરીને રોકવામાં આવી રહી છે.
પોરબંદર, માંગરોળ,વેરાવળનું ઓપરેશન સદંતર બંધ કરવામાં આવ્યું છે. વાવાઝોડા અને વરસાદને કારણે સંચાલન બંધ કરવામાં આવ્યું છે. 350 જેટલી બસ બંધ કરવામાં આવી છે. 15 જૂન સુધી આ બસનું ઓપરેશન બંધ રહેશે. કચ્છ, ભુજ અને જામનગર,અમરેલીમાં દિવ બાજુ 15 ટકા ઓપરેશન બંધ છે.
સૌરાષ્ટ્ર તરફની લોન્ગ ટ્રીપ શોર્ટ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તરફની અન્ય 100 બસ કંટ્રોલ કરી રૂટ ટૂંકાવાયા છે. દ્વારકા, સોમનાથ, પોરબંદર, વેરાવળ, માંગરોળ, મહુવા, દિવના રૂટ પર બસ નહીં જાય. ડેપો અને સ્ટેશન પર cctv પરથી નજર રખાઇ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાવાઝોડાનાં સંકટ વચ્ચે 73 સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્રોમાં સ્થળાંતરિત કરાઈ
Next articleભગવાન જગન્નાથનાં વાઘા તૈયાર, અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ