Home ગુજરાત ગુજરાતમાં આગામી 36 થી 48 કલાક સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 36 થી 48 કલાક સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

12
0

(જી.એન.એસ) તા. 29

અમદાવાદ,

ગત 25 ઓગષ્ટે મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાયું હતું અને ત્યારબાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. ડીપ ડિપ્રેશન ધીમે ધીમે સરકીને ડીસા અને સાબરકાંઠા થઇને ગુજરાતમાં પ્રવેશ્યું હતું. આ ડીપ્રેશનના કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા 4 દિવસથી અનરાધાર વરસાદ વરસવાનો શરુ થયો હતો. ડીપ્રેશનના કારણે સમગ્ર ગુજરાતમાં 5થી 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી હતી. છેલ્લા 4 દિવસમાં લગભગ આખા ગુજરાતમાં ડીપ્રેશનના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો જેથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. વડોદરામાં તો વિશ્વામિત્રી નદીના પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા હતા અને આજે પણ વડોદરા શહેર પાણીમાં છે.

બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું આ ડીપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. જો કે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ વાવાઝોડું બનશે. જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાઇ જશે. વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું એલર્ટ આપ્યું છે અને હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તબાહી મચાવશે તેવી સંભાવના છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજનું રાશિફળ (30/08/2024)
Next articleપાકિસ્તાને આમંત્રણ ભલે આપ્યું, પણ તેની સાથે વાતચીતનો સમય હવે પૂરો થયો : એસ જયશંકર