Home ગુજરાત ગુજરાતની પેટા ચૂંટણીની જાહેરાત તથા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ફાંંફે ચડ્યા..

ગુજરાતની પેટા ચૂંટણીની જાહેરાત તથા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ફાંંફે ચડ્યા..

367
0
SHARE

(જી.એન.એસ,રવિન્દ્ર ભદૌરિયા),તા.૨૧
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પેટા ચૂંટણીની રાહ જોવાઇ રહી હતી. ત્યારે આજે દિલ્હી મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ આરોડાએ આખરે મહારાષ્ટ્ર, હરિયાણા, અને ગુજરાત વિધાનસભાની ચાર પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં 21ઓક્ટોબરે ચૂંટણી જાહેર કરી છે. ગુજરાતમાં 7 વિધાનસભાની સીટોની જાહેરાતમાં માત્ર 4 બેઠકોની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ત્રણ સીટો માટે હજુ મતદાતાઓએ રાહ જોવી પડશે. હાલ ખેરાલુ, અમરાઈવાડી, લુણાવાડા, થરાદ ઉપર 21 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે.
રાધનપુર, બાયડ અને મોણવાહડફ સીટોની પેટા ચૂંટણીથી અલ્પેશ તેમજ ધવલસિંહ ઝાલા મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ પેટા ચૂંટણી જાહેર થયા પછી અલ્પેશની પ્રતિક્રિયા આવી કે જ્યારે તારીખ આવશે ત્યાં સુધી અમે રાહ જોઈશું. પરંતુ રાધનપુરમાં આ વખતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો મિજાજ અલગ દેખાઈ રહ્યો છે. કારણ કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાધનપુરમાં જો અલ્પેશ ચૂંટણી લડશે તો તેના માટે મુશ્કેલી વધશે. કારણ કે આ વખતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ આ બન્નેથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ નારાજ હોવાથી તે વિરોધમાં જશે તે ચોકસ છે.
પરપ્રાંતીય લોકોને લઈ અલ્પેશે હિંસા ભડકાવી હતી ત્યારે અલ્પેશ કોંગ્રેસમાં હતો. પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી માંથી રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનશે. અલ્પેશ ઠાકોરની આંગળી પકડી ચાલનાર ધવલસિંહ ઝાલા પણ બાયડ ચૂંટણીની જાહેરાત ન થતા ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે ચૂંટણી સમયે ભાજપ કોઈ બીજાને ટિકિટ ન આપી દે. કેમ કે ભાજપમાં જ્યારે અલ્પેશ અને ધવલ જોડાયા ત્યારે એક કાર્યકર્તાની હેસિયતથી જોડાયા હતા. આ વાતને લઈ અલ્પેશ અને ધવલસિંહ ઝાલા ચિંતામાં ફસાયા છે. તે સાથે ભાજપમાં પણ આ બન્ને ની સામે આંતરિક વિરોધ ચાલી રહ્યો છે.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની ભીડ બતાવી અલ્પેશ કોંગ્રેસમાં જોડાયો ત્યારે આજે પણ રાધનપુરમાં થયેલ કાર્યક્રમ માં તેને દરેક ઠાકોર સમાજના લોકોને આ બેઠકમાં હાજર થવા માટે કહ્યું હતું. પરંતુ આજે સમસ્યા એ છે કોંગ્રેસમાં જોડાતા  સમયે ગાંધીનગર ખાતે જે ઠાકોર સમાજની ભીડ બતાવી એ આ સમયે ભાજપમાં થવાની શકયતા નથી. જેનાથી અલ્પેશની ક્રેડિટનો સવાલ ઉભો થયો છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે રાધનપુર માં અલ્પેશને તેના સમાજનો ટેકો ન હીવથી તેમજ સમાજમાં વિરોધ હોવાથી જો ભાજપ અલ્પેશને ટિકિટ આપે તો તે પક્ષ માટે જોખમ હશે. કારણ કે દરેક સમયે અલ્પેશ સમાજને આગળ કરીને રાજનીતિનો રોટલો શેકી લે છે. છેલ્લા કેટલાક સમય થી અલ્પેશ કેટલાક અભિયાનને લઈ સમાજ સાથે ચાલી રહ્યો હતો પરંતુ હવે સમાજ તેની સામે ચાલી રહ્યો છે તેવું ચિત્ર સ્પષ્ટ જણાઈ આવે છે.

Print Friendly, PDF & Email