Home અન્ય રાજ્ય ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને 7 વખત રાજસ્થાન થી ધારાસભ્ય રહી ચૂકેલા કમલા...

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને 7 વખત રાજસ્થાન થી ધારાસભ્ય રહી ચૂકેલા કમલા બેનીવાલનું નિધન

47
0

(જી.એન.એસ) તા. 15

જયપુર,

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કમલા બેનીવાલનું 97 વર્ષની ઉમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

કમલા બેનીવાલે રાજસ્થાનમાં ગેહલોત સરકારમાં મંત્રી પદ પણ સંભાળ્યું હતું. તે કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી હતા. તેઓ ગુજરાતની સાથે ત્રિપુરા, મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારમાં તેઓ ઘણા મહત્વના હોદ્દા પર રહ્યા હતા. તેમનો જન્મ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરીર ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમનું પ્રાથમિક ભણતર ઝુંઝુનુમાં જ થયું હતું. તેમણે અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન અને ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે ઈતિહાસ વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. કમલા બેનીવાલને સ્વિમિંગ, ઘોડેસવારી અને કળાનો શોખ હતો. તેમણે 11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. 27 વર્ષની વયે 1954માં વિધાનસભાની ચૂંટણી જીતીને તેઓ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. અશોક ગેહલોતની સરકારમાં કમલા બેનીવાલ ગૃહ, શિક્ષણ અને કૃષિ મંત્રાલય સહિત અનેક વિભાગોના મંત્રી રહી ચૂક્યાં છે. તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

#Bharat #Gujarat #Rajasthan #Tripura #Mizoram

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમની પૂછપરછ બાદ ધરપકડ
Next articleટ્રેન નંબર 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ 17 મે 2024 થી 30 જૂન 2024 સુધી ચાલશે: પશ્ચિમ રેલવે