Home ગુજરાત ગાંધીનગર એસ.ટી.ડેપોના કર્મચારીએ પોલીસની ફરજ નિભાવી

ગાંધીનગર એસ.ટી.ડેપોના કર્મચારીએ પોલીસની ફરજ નિભાવી

199
0
SHARE

( જી.એન.એસ,કાર્તિક જાની) તા.10

ગાંધીનગરમા દિવસે દિવસે તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે.તસ્કરોએ પોલીસની ઊંઘ હરામ કરી મૂકી છે.ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર એસ.ટી કંટ્રોલર ધર્મેન્દ્ર પંડ્યાએ પોલીસની કામગીરી કરી છે.ગાંધીનગર એસ.ટી.ડેપોમાં એક મુસાફર બાપુનગરની બસમાં સાંજના સમયે બસમાં બેસવા જતો હતો ત્યારે ખિસ્સામાંથી સંજય ગંગારામ પટેલે મોબાઈલ ચોરી કરી લઈ લેતા ગાંધીનગર એસ.ટી કન્ટ્રોલર ધર્મેન્દ્ર પંડ્યાની નજર પડતા તેઓએ આ ચોરને રંગે હાથ ઝડપી પાડી ત્યારબાદ પોલીસને સોંપી દીધેલ.ગાંધીનગર એસ.ટી કંટ્રોલર ધર્મેન્દ્ર પંડ્યા દ્વારા અગાઉ પણ ઘણી વખત એસ.ટી ડેપોમાંથી તસ્કરો પકડી પોલીસને સોંપેલ છે.ગાંધીનગર એસ.ટી ડેપોમાં અવાર નવાર આવી ઘટના જોવા મળે છે.હવે મુસાફરો દ્વારા એવી માગણી છે કે જો એસ.ટી ડેપોમાં પોલીસ ચોકી નાખવામાં આવે તો તસ્કરોનો ત્રાસ બંધ થઈ જાય.અવાર નવાર એસ.ટી ડેપોમાંથી ચોરીઓની ઘટના બનવા છતાં કેમ આજ સુધી પોલીસ ચોકી નાખવામાં આવી નથી..?

Print Friendly, PDF & Email