(જી.એન.એસ) તા. 20
નવી દિલ્હી,
નવી દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા આઇકોનિક ‘ગરવી ગુજરાત’ બિલ્ડીંગને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ (GRIHA) દ્વારા થ્રી-સ્ટાર રેટિંગથી સન્માનિત કરવામાં આવ્યું છે. GRIHA એ હેબિટાટ એટલે કે રહેણાંકના માધ્યમથી ઉત્સર્જનની તીવ્રતામાં ઘટાડાનું મૂલ્યાંકન કરવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે, જે રાષ્ટ્રના ‘રાષ્ટ્રીય રીતે નિર્ધારિત યોગદાન’ (Nationally Determined Contributions)માં દર્શાવ્યા મુજબ ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે ભારતની મિટિગેશન સ્ટ્રેટેજી એટલે કે શમન વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
TERI અને ભારત સરકારના નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા વિકસિત કરવામાં આવેલી GRIHA રેટિંગ સિસ્ટમને વર્ષ 2007માં ભારત સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગો માટેના રાષ્ટ્રીય ધારાધોરણ તરીકે અપનાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગરવી ગુજરાત બિલ્ડિંગનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સપ્ટેમ્બર 2019માં કરવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગે ગ્રીન બિલ્ડીંગની તમામ આવશ્યકતાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેમાં વર્ટિકલ ગાર્ડન, સોલાર પેનલ્સ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), સ્કાયલાઇટમાં ઇલેક્ટ્રોક્રોમિક ગ્લાસ/સ્માર્ટ ગ્લાસ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સુવિધાઓ જેવા પર્યાવરણને અનુકૂળ ઘટકો છે.
લગભગ 20,000 વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલું ગરવી ગુજરાત બિલ્ડીંગ તેના ઉદ્ઘાટનના પાંચ વર્ષ પછી પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.