Home દુનિયા ગણતંત્ર દિવસ પર હાજર રહેવા ભારતે ટ્રમ્પને સત્તાવાર નિમંત્રણ નથી મોકલ્યું….!!?

ગણતંત્ર દિવસ પર હાજર રહેવા ભારતે ટ્રમ્પને સત્તાવાર નિમંત્રણ નથી મોકલ્યું….!!?

832
0
SHARE

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની સહુલિયત પ્રમાણે ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ આને લઈને કોઈ સત્તાવાર નિમંત્રણ મોકલવામાં આવ્યું ન હતું. આ જાણકારી સૂત્રોને ટાંકીને સામે આવી રહી છે. આ જાણકારી એવા સમયે સામે આવી રહી છે કે જ્યારે વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ બે દિવસ પહેલા જ કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદી તરફથી ભારતના પ્રજાસત્તાક દિવસે ટ્રમ્પને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવા સમ્માનનો વિષય છે. પરંતુ પોતાની વ્યસ્તતાઓને કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આમા ભાગ લઈ શકશે નહીં.
સૂત્રોનું કહેવું છે કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના ભારત મુલાકાતને લઈને આપવામાં આવેલા નિવેદનને ધ્યાને લીધું છે. જાણકારી માટે એ જણાવવું જરૂરી છે કે વડાપ્રધાન મોદીએ પોતાની અમેરિકા મુલાકાત દરમિયાન જૂન-2017માં ટ્રમ્પને પોતાની સુવિધા અનુસાર ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. આના સંદર્ભે કોઈપણ સત્તાવાર અથવા લેખિત નિમંત્રણ આપવામાં આવ્યું નથી. આ બંને દેશો વચ્ચેની સામાન્ય પ્રક્રિયા છે કે સત્તાવાર નિમંત્રણ પહેલા અનૌપચારીકપણે આમ કરવામાં આવે છે.
સૂત્રોનું કહેવું છે કે ભારત અને અમેરિકાની રણનીતિક ભાગીદારીમાં ઉચ્ચસ્તરીય વાતચીત મહત્વપૂર્ણ હિસ્સો છે. બંને દેશ એકબીજાની સંમતિ દ્વારા જ મુલાકાતની તારીખ નક્કી કરતા હોય છે. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદીએ ગત વર્ષ ટ્રમ્પને દ્વિપક્ષીય મુલાકાત માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. બંને દેશોના નેતાઓ 30 નવેમ્બર અને પહેલી ડિસેમ્બરે અર્જેન્ટિના ખાતેની જી-20 સમિટમાં મળે તેવી સંભાવના છે. એ પણ સંભાવના છે કે બંને નેતાઓ આર્જેન્ટિના ખાતેની સંભવિત મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરે તેવી શક્યતા છે.

Print Friendly, PDF & Email