Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ખેલ મંત્રાલયે ફેડરેશનના અધિક સચિવ વિનોદ તોમરને કર્યાં સસ્પેન્ડ

ખેલ મંત્રાલયે ફેડરેશનના અધિક સચિવ વિનોદ તોમરને કર્યાં સસ્પેન્ડ

59
0

દિલ્હીમાં રેસલરો દ્વારા ધરણા અને ઉત્પીડન આરોપો બાદ ખેલ મંત્રાલયે શનિવારે (21 જાન્યુઆરી) કુસ્તી સંઘના અધિક સચિવ વિનોદ તોમરને સસ્પેન્ડ કરી દીધા હતા. ખેલાડીઓને સૌથી વધુ ફરિયાદો વિનોદ તોમર સાથે જ હતી. પાછલા દિવસે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથેની વાતચીત બાદ કુસ્તીબાજોએ તેમની હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. બીજીતરફ ખેલ મંત્રાલયે ઉત્તરપ્રદેશના ગોંડામાં આયોજીત નેશનલ ઓપન રેસલિંગ ચેમ્પિયનશિપને પણ રદ્દ કરી દીધી છે. આ વાતચીત બાદ એક કમિટીની જાહેરાત કરવામાં આવી જે 4 અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ આપશે. આ સાથે જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કમિટી રેસલિંગ એસોસિએશનનું કામ પણ જોશે.

ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ સાથે સંબંધિત મામલામાં મોનિટરિંગ કમિટી ચાર અઠવાડિયામાં રિપોર્ટ આપશે. આ મામલે ભારતીય રેસલિંગ મહાસંઘના એડિશનલ સેક્રેટરી વિનોદ તોમરે શનિવારે ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યા અનુસાર કહીએ તો, તોમરે કહ્યું કે દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ WFI પ્રમુખ સામે જાતીય સતામણી અને નાણાકીય અયોગ્યતાના આરોપો લગાવ્યા હતા, પરંતુ તેમના દાવાઓને સમર્થન આપવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

આ મામલા પર ભારતીય કુશ્તી મહાસંઘે ખેલ મંત્રાલયને જવાબ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સમિતિ તરફથી મામલાની તપાસ કરવા સુધી જવાબદારીઓમાંથી હટી જશે. ફેડરેશને ખેલ મંત્રાલયને કહ્યું હતું કે અધ્યક્ષ સહિત કોઈપણ વ્યક્તિગત રૂપથી ડબ્લ્યૂએફઆઈમાં મનમાની કરવા કે ગેરવ્યવસ્થાની કોઈ જગ્યા નથી. વિનોદ તોમરે કહ્યું કે તેમણે (બ્રિજભૂષણ શરણ સિંહ) રાજીનામું આપ્યું નથી, પરંતુ જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી તેમણે ફેડરેશનની રોજબરોજની ગતિવિધિઓથી પોતાને દૂર રાખ્યા છે જેથી તપાસમાં કોઈ અડચણ ન આવે.

ફેડરેશને કહ્યું કે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અંગત હિતમાં અથવા WFI ના વર્તમાન મેનેજમેન્ટને બદનામ કરવા માટે કોઈપણ અયોગ્ય દબાણ હેઠળ વિરોધ કરી રહ્યા છે. WFI ના વર્તમાન મેનેજમેન્ટને હટાવવા માટે આ વિરોધમાં કેટલાક અંગત અને છુપાયેલા એજન્ડા છે. ઉલ્લેખનીય છે કે રેસલર વિનેશ ફોગાટે બુધવારે એક ચોંકાવનારા ખુલાસામાં રડતા રડતા આરોપ લગાવ્યો હતો કે બ્રિજભૂષણ સિંહ ઘણા વર્ષોથી મહિલા રેસલરોનું યૌન શોષણ કરી રહ્યાં છે, પરંતુ રમત પ્રશાસક અને ભાજપ સાંસદે આ આરોપોને નકારી દીધા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપવિત્ર યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે ૧૮૩ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ હાથ ધરાશે
Next articleBBC ડોક્યુમેન્ટ્રીને શેર કરનાર ટ્વીટ બ્લોક કરવા આદેશ, યૂટ્યુબ વીડિયો પર પણ પ્રતિબંધ