Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ખાનગી તેમજ સરકારી મેડિકલ કોલેજે દર મહિને મેડિકલ કાઉન્સિલને સ્ટાઈપેન્ડની વિગતો આપતો...

ખાનગી તેમજ સરકારી મેડિકલ કોલેજે દર મહિને મેડિકલ કાઉન્સિલને સ્ટાઈપેન્ડની વિગતો આપતો રિપોર્ટ સબમિટ કરવો પડશે

24
0

(જી.એન.એસ) તા. 20

નવી દિલ્હી,

મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચૂકવવા પાત્ર સ્ટાઈપેન્ડના મામલે મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવતી લલિયાવાળી નો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જેને લઈને તમામ રાજ્યની મેડિકલ કોલેજ એક્શનમાં આવી ગઈ છે. આ આદેશથી ખાનગી તેમજ સરકારી મેડિકલ કોલેજે આ અંગે દર મહિને મેડિકલ કાઉન્સિલને સ્ટાઈપેન્ડની વિગતો આપતો રિપોર્ટ સબમિટ કરવો પડશે.

વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ ચૂકવાતું નથી અથવા તો નિયમ કરતાં ઓછું ચૂકવાતું હોવાની ફરિયાદના પગલે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ મેડિકલ કાઉન્સિલ હરકતમાં આવ્યું છે. કોલેજો પાસે સ્ટાઈપેન્ડની વિગતો માંગી આગામી નવા વર્ષથી દર મહિને વિગતો અપલોડ કરી વર્ષના અંતે રિપોર્ટ સબમિટ કરવો પડશે. ગુજરાત સહિત દેશભરની કેટલીક ખાનગી મેડિકલ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ ચૂકવાતું નથી અથવા તો નિયમ કરતાં ઓછુ ચૂકવાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્ટાઈપેન્ડને લઈ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા કોર્ટે સર્વોચ્ચ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેટરને તમામ રાજ્યોમાં દરેક કોલેજ દ્વારા ચૂકવાતા સ્ટાઈપેન્ડની વિગતો સબમિટ કરવા આદેશ આપ્યો હતો.

કોર્ટના આ આદેશના પગલે નેશનલ મેડિકલ કમિશન દ્વારા તમામ મેડિકલ કોલેજોને 23 એપ્રિલ સુધીમાં ઈન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને ચૂકવાતા સ્ટાઈપેન્ડની વિગતો સબમિટ કરવા સૂચના આપી છે. આ માટે આગામી નવા વર્ષથી દર મહિને વિગતો અપલોડ કરી વર્ષના અંતે રિપોર્ટ સબમિટ કરવો પડશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા તમામ મેડિકલ કોલેજોને તેમની સંબંધિત રાજ્ય સરકાર દ્વારા ચૂકવાયેલા સ્ટાઈપેન્ડ અને કોલેજ દ્વારા મહિના મુજબ ચૂકવાયેલા સ્ટાઈપેન્ડની વિગતો જમા કરવાની સૂચના અપાઈ છે.

NMC (નેશનલ મેડિકલ કમિશન) દ્વારા માંગવામાં આવેલા ડેટા માત્ર MBBS ઈન્ટર્ન માટે જ નથી, પણ એના માટે પણ જે, પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કે જેઓ જુનિયર રેસીડેન્ટ તરીકે કામ કરે છે અને સુપર સ્પેશિયાલિટી વિદ્યાર્થીઓ કે જેઓ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ તરીકે કામગીરી કરી રહ્યાં છે. NMC એ તેની નોટીસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, વર્ષ-2024-25થી તમામ મેડિકલ કોલેજોએ દર મહિને ચૂકવવામાં આવતા સ્ટાઈપેન્ડની વિગતો મહિનાની પાંચમી તારીખ સુધીમાં તેમની વેબસાઇટ પર અપલોડ કરી દેવાની રહેશે. આ ઉપરાંત, દરેક કોલેજે વર્ષના અંતે દર મહિને ચૂકવાયેલ સ્ટાઈપેન્ડની વિગતો સાથેનો રિપોર્ટ એનએમસીને કરાવવાનો રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્યપ્રદેશમાં ચૂંટણી ફરજ માટે ગયેલા હોમગાર્ડ અને પોલીસકર્મીઓને લઈ જતી બસનો અક્સ્માત, 21 ઘાયલ
Next articleપંજાબના સંગરુર જેલમાં કેદીઓએ એકબીજા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો, ગંભીર ઇજાઓના કારણે બે લોકોના મોત