Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કોવિશિલ્ડ આડઅસરનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, તપાસ માટે પેનલ બનાવવાની માંગ

કોવિશિલ્ડ આડઅસરનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, તપાસ માટે પેનલ બનાવવાની માંગ

40
0

(જી.એન.એસ) તા. 1

નવી દિલ્હી,

કૉવિશીલ્ડ વેક્સિનના સલામતી પાસાઓનો વિવાદ હવે સુપ્રીમ કૉર્ટમાં પહોંચ્યો છે. વિશાલ તિવારી નામના વકીલ દ્વારા કોવિશિલ્ડ વેક્સીનને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમની અરજીમાં, તેમણે કોવિશિલ્ડ રસીની આડઅસરો અને જોખમોની તપાસ માટે ભૂતપૂર્વ ડિરેક્ટરની અધ્યક્ષતામાં તબીબી નિષ્ણાત પેનલની રચના કરવાની માગ કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બધું સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખમાં થવું જોઈએ.

વકીલ વિશાલ તિવારીએ દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતમાં કૉવિશીલ્ડના 175 કરોડથી વધુ ડૉઝ આપવામાં આવ્યા છે. કૉવિડ-19 પછી હાર્ટ એટેક અને અચાનક બેહોશ થવાના કેસોમાં મૃત્યુમાં વધારો થયો છે અને ઘણા કેસ છે. કૉવિશીલ્ડના ડેવલપર દ્વારા યૂકે કૉર્ટમાં હાર્ટ એટેકની જાણ કરવામાં આવી છે, જેનાથી અમને કૉવિશીલ્ડ રસીના જોખમો અને ખતરનાક પરિણામો વિશે વિચારવાની ફરજ પાડવામાં આવે છે, જે મોટી સંખ્યામાં નાગરિકોને આપવામાં આવી છે.”

પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે વેક્સીન ડેવલપર એસ્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે કૉવિડ-19 સામેની તેની AZD1222 રસી પ્લેટલેટની સંખ્યા ઓછી અને દુર્લભ કિસ્સાઓમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે. આ રસી ભારતમાં કૉવિશીલ્ડ તરીકે લાયસન્સ હેઠળ બનાવવામાં આવી હતી.

ફાર્મા કંપનીએ બુધવારે સ્વીકાર્યું હતું કે તેમની કોવિશિલ્ડ રસી ઘણા દુર્લભ કિસ્સાઓમાં લોહીના ગંઠાઈ જવા અને પ્લેટલેટની ઓછી સંખ્યાનું કારણ બની શકે છે. આ સાથે તેમણે દર્દીઓની સુરક્ષાને લઈને તેમની પ્રતિબદ્ધતાનો ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો. જણાવી દઈએ કે ભારતમાં કોવિશિલ્ડ નામની સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી રસી એસ્ટ્રાઝેનેકાની જ ફોર્મ્યુલા છે.

કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે એપ્રિલ 2021માં જ તેમણે પ્રોડક્ટની માહિતીમાં કેટલાક કેસમાં TTSના ખતરાને સામેલ કર્યો હતો. ઘણા અભ્યાસોમાં તે સાબિત થયું છે કે કોરોના રોગચાળા દરમિયાન એસ્ટ્રાઝેનેકા રસીની રજૂઆત પછીના પ્રથમ વર્ષમાં, તેણે લગભગ 60 લાખ લોકોના જીવ બચાવ્યા છે.

AstraZeneca એ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “અમારી સહાનુભૂતિ એવા લોકો સાથે છે કે જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા આરોગ્ય સમસ્યાઓની જાણ કરી છે. દર્દીની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. રસીઓ સહિત તમામ દવાઓના સલામત ઉપયોગની ખાતરી કરવા માટે “નિયમનકારી અધિકારીઓ સ્પષ્ટ અને કડક છે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજૂન અને સપ્ટેમ્બર 2024 વચ્ચે મુંબઇના દરિયામાં 22 દિવસ હાઈ ટાઈડ રહેશે
Next articleડી.આર.ડી.ઓ મારફતે SMART સિસટમ મિસાઈલનું સફળ પરિક્ષણ