Home અન્ય રાજ્ય કોલકાતા રેપ-મર્ડર કેસ પર પૂર્વ જજોએ ચિંતા વ્યક્ત કરી

કોલકાતા રેપ-મર્ડર કેસ પર પૂર્વ જજોએ ચિંતા વ્યક્ત કરી

24
0

(જી.એન.એસ),તા.22

કોલકાતા,

કોલકાતા રેપ-મર્ડર કેસને લઈને દેશમાં આક્રોશ છે. દેશના દરેક ભાગમાં મહિલાઓની સુરક્ષા માટે લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મહિલાઓની સુરક્ષા પર લોકો સતત સવાલો પૂછી રહ્યા છે. આ મામલામાં હવે હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો અને પૂર્વ બ્યુરોક્રેટ્સ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓએ કોલકાતાની પુત્રી માટે ન્યાયની માગ કરી છે. બુધવારે કોલકાતામાં બનેલી ઘટના અંગે તેમણે કહ્યું કે આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પશ્ચિમ બંગાળના નીતિ નિર્માતાઓએ આના પર જલદીથી નિર્ણાયક પગલાં લેવા જોઈએ. લગભગ ત્રણસો ન્યાયાધીશો, ભૂતપૂર્વ અમલદારો, વરિષ્ઠ અધિકારીઓ અને ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓએ આ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તાલીમાર્થી ડૉક્ટરનો રેપ અને હત્યા એ પશ્ચિમ બંગાળમાં બગડતા સામાજિક-સાંસ્કૃતિક પરિદ્રશ્ય અને મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા ગંભીર જોખમોની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે, આવી ઘટનાઓ સરકારની જવાબદારીની અભાવને છતી કરે છે. તેમણે આ ઘટનાને લઈને રાજ્ય સરકારની કાર્યવાહી પર ઘણા સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે શરૂઆતમાં તેને આત્મહત્યા કહેવામાં આવી હતી. પીડિતાના માતા-પિતાને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

આ મામલામાં એટલી બેદરકારી હતી કે ચોવીસ કલાકમાં ક્રાઈમ સીનથી માત્ર વીસ મીટર દૂર બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે તેમણે માગ કરી હતી કે આ મામલે વહેલી તકે નિર્ણાયક પગલાં લેવામાં આવે જેથી આરોગ્ય કર્મચારીઓને સલામતીની ખાતરી મળી શકે. ત્રણસો જેટલા બૌદ્ધિકોની સહીવાળા આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, તમામ જાતિ અને ધર્મની મહિલાઓની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવે. ડોક્ટરોની સુરક્ષા માટે પેટ્રોલિંગ અને સુરક્ષા કર્મચારીઓ વધારવા જોઈએ. તેમજ સ્ત્રી અને પુરૂષ ડોક્ટરો માટે અલગ-અલગ વોશરૂમ હોવા જોઈએ. ડૉક્ટરના રૂમમાં ઈમરજન્સી અને એસઓએસની વ્યવસ્થા કરવી જોઈએ. સંસ્થાઓના વહીવટી વડાઓના વર્તનની પણ વ્યાપક તપાસ થવી જોઈએ. એટલું જ નહીં, પ્રખ્યાત હસ્તીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં આ કોઈ અલગ ઘટના નથી. છેલ્લા ઘણા વર્ષોથી અહીંના અનેક વિભાગોમાં સતત હિંસા જોવા મળી રહી છે. તેમણે ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠાવતા તેમણે કહ્યું કે આ મુદ્દે આત્મનિરીક્ષણ અને તાત્કાલિક સુધારાની જરૂર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાંગ્લાદેશથી સગીર વયની કિશોરીઓને અમદાવાદ લાવી દેહવ્યાપાર કરાવવાનું રેકેટ ઝડપાયું
Next articleઆંધ્રપ્રદેશના અનાકપલ્લે અચ્યુતાપુરમમાં એસેન્શિયા કંપનીના ફાર્મા યુનિટમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી