Home દેશ કોરોનાનો કહેર, સંક્રમિતોની સંખ્યા 2,36,657, ઈટાલીને પછાડી ભારત છઠ્ઠા ક્રમ પર

કોરોનાનો કહેર, સંક્રમિતોની સંખ્યા 2,36,657, ઈટાલીને પછાડી ભારત છઠ્ઠા ક્રમ પર

352
0
SHARE

દિલ્હીમાં કોરોનાના કેસ વધીને 26334 થયા, છેલ્લા 24 કલાકમાં આવ્યા 1330 કેસ
ભારતમાં એક જ અઠવાડિયામાં કોરોનાના 61 હજાર કેસ વધ્યા, દેશમાં 1,15,942 એક્ટિવ કેસ
એક્ટિવ કેસોની સંખ્યા ઘટાડવા લક્ષણ વગરના દર્દીઓને 24 કલાકમાં ડિસચાર્જ કરવાનો આદેશ
એક્સપર્ટે ફરી લોકડાઉન લગાવવાની આશંકા વ્યક્ત કરી કોરોના વાયરસનો રિકવરી રેટ 48.20 ટકા સુધી પહોંચી ગયો….

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.6

ભારતમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કેસો તેની શિખરે(પીક) પહોંચી રહ્યાં હોય અથવા તો સંક્રમણનો ખતરનાક સંભવિત ત્રીજો તબક્કો ચાલી રહ્યો હોય તેમ આજે શનિવારે સવારે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં દેશમાં સતત 4થા દિવસે 9 હજાર કરતાં વધારે કેસો બહાર આવ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 9,887 કેસો બહાર આવ્યાં અને આ જ સમયગાળામાં વધુ 294 દર્દીઓના મોત થયા છે. નિષ્ણાતો એવો ભય વ્યક્ત કરે છે કે જો આ જ પ્રમાણે કેસો વધ્યા કરશે તો સંક્રમણને રોકવા કદાજ ફરીથી લોકડાઉન અંગે સરકાર વિચારે તો નવાઇ નહીં. અલબત્ત 4-4 લોકડાઉન બાદ હાલમાં અનલોક-1 ચાલી રહ્યો છે તેથી ફરીથી લોકડાઉનની કોઇ શક્યતા જણાતી નથી. તેમ છતાં જનહિતમાં સરકાર કોઇપણ નિર્ણય લઇ શકે છે. આંકડાઓ પર નજર નાખીએ તો ભારતમાં એક જ અઠવાડિયામાં કોરોનાના 61 હજાર કેસ વધ્યા છે. કેસોની સંખ્યામાં ભારત હવે ઇટાલી કરતાં પણ આગળ નિકળી ગયું છે. જો કે મૃત્યુઆંકમાં ભારત ઇટાલીથી ખૂબ જ પાછળ છે. જોકે, ઇટાલીમાં 33,774 દર્દીઓનાં મોત થઇ ચૂકયા છે જ્યારે ભારતમાં આ આંકડો 6649 છે.
કોરોનાને હરાવવા બે મહિનાના કડક લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટના પગલે કોરોનાનો કેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. અને હજુ તો 8 જૂનથી મોલ-ધાર્મિક સ્થાનો વગેરે. ખુલી રહ્યાં છે. ત્યારે તે વખતે કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 2,36,657 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 9887 નવા કેસ સાથે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો છે.
એકતરફ કેસો વધી રહ્યાં છે તો બીજી તરફ રિકવરી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 48.20 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4611 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 1,140,73 સુધી પહોંચી ગયો છે.
જ્યારે છેલ્લા 24 કલાકમાં 294 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 6642 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનીવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 115940 કેસ સક્રિય છે.
દરમ્યાનમાં, દિલ્હીમાં કોરોના દર્દીઓે માટે 8500 બેડની વ્યવસ્થા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. સાથે જ કેજરીવાલ સરકારે લક્ષણ વગરના દર્દીઓને 24 કલાકમાં ડિસચાર્જ કરવાનો આદેશ આપ્યો છે
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ શનિવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 9887 કેસ સામે આવ્યા હતા.સાથે જ 294 લોકોના મોત થયા છે. આ દરમિયાન દેશમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ 36 હજાર 657 થઈ ગઈ છે. જેમાં 1 લાખ 15 હજાર 942 એક્ટિવ કેસ છે. એક લાખ 14 હજાર 073 સાજા થઈ ચુક્યા છે. સાથે જ 6642 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટનો એક કર્મચારી પોઝિટિવ મળ્યો છે. દિલ્હીના લોક નાયક ભવન ખાતે કાર્યાલયનો આ કેસ છે. શુક્રવારે બિલ્ડીંગ સેનેટાઈઝ કરાઈ છે. ઓફિસ આજે પણ સીલ રહેશે.
રાજસ્થાન દેશનું પાંચમું રાજ્ય બની ગયું છે, જ્યાં કોરોનાના કેસ 10 હજારથી પણ વધારે છે. રાજ્યમાં અત્યાર સુધી 218 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે.
દેશમાં જે કેસો વધી રહ્યાં છે તેમાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 80229 કેસ નોંધાયા છે જ્યારે 2849 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 28694 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 232 લોકોના મોત થયા છે. તો રાજધાની દિલ્હીમાં 26334 કેસ નોંધાયા છે અને 708 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 19,119 લોકો કોરોના સંક્રમણમાં આવ્યા છે અને અત્યારસુધીમાં 1,190 લોકોના મોત થયા છે. તામીલનાડુમાં ૨૮૬૯૪ કેસ અને ૨૩૨ના મોત થયા છે. દિલ્હીમાં ૨૬૩૩૪ કેસ અને ૭૦૮ લોકોના મોત થયા છે.
આંધ્રમાં ૪૩૦૩ કેસ છે. તો હરીયાણામાં ૩૫૯૭ કેસ થયા છે. યુપીમાં ૧૦ હજાર જેટલા કેસ થયા છે અને ૨૫૭ લોકોના મોત થયા છે શુક્રવારે ભારતમાં કોરોનાના કેસોએ માત્ર સૌથી વધુ સિંગલ-ડે રેકોર્ડ જ બનાવ્યો નથી પરંતુ મોતના આંકડાઓએ પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે.. શુક્રવારના રોજ દેશમાં કોરોનાથી 295 દર્દીઓનાં મોત થયાં હતા જે અત્યાર સુધીમાં એક દિવસમાં આ જીવલેણ વાયરસને કારણે આ સૌથી વધુ મૃત્યુ છે.

Print Friendly, PDF & Email