(જી.એન.એસ),તા.૨૬
નવીદિલ્હી,
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત કંગના રનૌત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને કારણે મુશ્કેલીમાં ફસાયા છે. ભાજપના નેતાઓ સહિત સામાન્ય લોકો પણ સુપ્રિયા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ પણ કહ્યું છે કે તે ચૂંટણી પંચને પત્ર લખીને સુપ્રિયા શ્રીનેતની કંગના રનૌત વિરુદ્ધની ટિપ્પણી કરવા બદલ કાર્યવાહીની માંગ કરશે ચાલો સમજીએ કે આ આખો મામલો શું છે. આ લોકસભાની ચૂંટણી માટે ભાજપે અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ઉમેદવાર બનાવી છે. આ જાહેરાત પછી તરત જ, સુપ્રિયા શ્રીનેતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કંગના રનૌતની એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં કંગનાના એક ફોટો પોસ્ટ કરી કેપ્શનમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જ્યારે આ મામલે હોબાળો થયો ત્યારે આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. હવે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું છે કે તેઓ આ મામલે ચૂંટણી પંચનો સંપર્ક કરશે.
તમને જણાવી દઈએ કે સુપ્રિયા શ્રીનેત એ કંગનાનો એક ફોટો મુક્યો જેના કેપ્શનમાં લખ્યું કે મંડીમાં શું ભાવ ચાલી રહ્યો છે આ એક વ્યક્તિગત અને કંગના શરીરના અંગ પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી હતી. કોઈ પણ મહિલા માટે આ એક અપમાન જનક વાત હોવાથી રાષ્ટ્રિય મહિલા આયોગ હવે કંગનાના પક્ષમાં આવી છે. આ મામલે કંગના રનૌતે પણ સુપ્રિયા શ્રીનેટને જવાબ આપ્યો છે. કંગનાએ કહ્યું- “પ્રિય સુપ્રિયા જી, એક કલાકાર તરીકે મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષોમાં, મેં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે. રાણીમાં એક નિર્દોષ છોકરીથી લઈને ધાકડમાં આકર્ષક જાસૂસ સુધી, મણિકર્ણિકામાં દેવી સુધી. એક રાક્ષસથી ચંદ્રમુખી માં, રજ્જો માં વેશ્યા થી થલાઈવી માં એક ક્રાંતિકારી નેતા. આપણે આપણી દીકરીઓને બંધનમાંથી મુક્ત કરવી જોઈએ, આપણે તેમના શરીરના અંગો વિશેની જિજ્ઞાસાથી ઉપર ઊઠવું જોઈએ અને સૌથી વધુ આપણે જીવનને સ્વીકારવું જોઈએ. “દરેક સ્ત્રી તેના પોતાની ગરિમાની પાત્ર છે.” આ સમગ્ર મામલે ઘેરાયા બાદ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ ખુલાસો કર્યો છે. પોસ્ટ શેર કરતી વખતે તેણે કહ્યું – “ઘણા લોકો મારા ફેસબુક અને ઇન્સ્ટા એકાઉન્ટની ઍક્સેસ ધરાવે છે. તેમાંથી એકે આજે ખૂબ જ ઘૃણાસ્પદ અને વાંધાજનક પોસ્ટ કરી હતી. મને તેની જાણ થતાં જ મેં તે પોસ્ટ હટાવી દીધી. તે ગમે તે હોય. મને સારી રીતે ઓળખે છે કે હું કોઈ મહિલા વિશે અંગત અભદ્ર ટિપ્પણી કરતી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.