(જી.એન.એસ) તા. 10
મુંબઈ,
મહારાષ્ટ્રના નંદુરબારમાં મતદાન લોકસભા ચૂંટણી ના પાંચમા તબક્કામાં 13 મે ના રોજ યોજાશે તેના માટે પ્રચાર કરતાં સમયે જંગી જાહેર સભામાં લોકોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે, વંચિતોના અધિકારોનો પીએમ મોદી ચોકીદાર છે. વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી ધર્મના આધારે અનામત નહી અપાય. કોંગ્રેસ દેશમાં કર્ણાટકનું મોડલ લાવવા માંગે છે. પીએમ મોદીએ સામ પિત્રોડાના નિવેદનને લઇને પણ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. પીએમ મોદીએ રામમંદિરના નિર્માણને લઇને કોંગ્રેસની ટિપ્પણી અંગે જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનું મારુ મંદિર જવુ ભારત વિરોધી લાગે છે. રામના દેશમાં રામમંદિરને દેશ વિરોધી જણાવી રહ્યા છે. મહાઅઘાડી પણ આરક્ષણના નરભક્ષીકરણનું વિશાળ અભિયાન ચલાવી રહી છે. સાથે જ મોદી SC-ST-OBCની અનામત બચાવવા માટે મહારક્ષણ મહાયજ્ઞ કરી રહ્યા છે. હું કોંગ્રેસના રાજવી પરિવાર જેવા મોટા પરિવારમાંથી નથી આવતો. હું ગરીબીમાં મોટો થયો છું. હું જાણું છું કે તમે અહીં કેટલી તકલીફો સહન કરી છે. તમારા જીવનમાં પણ મુશ્કેલીઓના પહાડ હતા. ઘણા આદિવાસી પરિવારો પાસે કાયમી મકાનો નહોતા. આઝાદીના 60 વર્ષ પછી પણ ગામડાઓમાં વીજળી પહોંચી નથી.
ઇન્ડી ગઠબંધન અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં પી એમ મોદીએ કહ્યું હતું કે, અહીંના જંગલોમાં રહેતા લોકોને પાણી અને વીજળીની ઘણી સમસ્યા હતી. પરંતુ અમારી સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. પીએમએ કહ્યું કે પીએમ આવાસ હેઠળ 1.25 લાખ લોકોને ઘર આપવામાં આવ્યા છે. આ ગેરંટી છે કે ત્રીજી ટર્મમાં 3 કરોડ લોકોને વધુ કાયમી મકાનો મળશે. ઘર એટલે માત્ર ચાર દીવાલો જ નહીં પણ વીજળી, પાણી અને ગેસનું કનેક્શન પણ. પીએમએ જનતાને કહ્યું કે તમે મારા મોદી છો. અમે તો માતા શબરીના પૂજારી છીએ. ઇન્ડિ ગઠબંધન મોદી પર 140 કરોડ દેશવાસીઓની આસ્થાને ઠેસ પહોંચા઼ડે છે. કોંગ્રેસ પાર્ટી દેશની હિંદુ આસ્થા નાબૂદ કરવાનું ષડયંત્ર કરી રહી છે. ભારતનો અસ્તિત્વનો આધાર રામથી છે. ભારતના ભવિષ્યના પ્રેરણાદાયી પણ પ્રભુ શ્રીરામ છે. જે લોકો દેશ છોડીને ભાગી ગયા છે તેઓ કાન ખોલીને સાંભળી લે. અમારી માતૃભૂમિ સ્વર્ગથી પણ સુંદર છે. આ લોકો એટલા અહંકારી છે કે ગરીબ તેમના માટે કોઇ લાગતા જ નથી,તેઓ સત્તામાં રહે તો ગરીબને ધિક્કારે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.