Home દેશ - NATIONAL કોંગ્રેસમાંથી હાકી કાઢ્યા બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પોસ્ટ શેર કરીને પહેલી પ્રતિક્રિયા...

કોંગ્રેસમાંથી હાકી કાઢ્યા બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પોસ્ટ શેર કરીને પહેલી પ્રતિક્રિયા આપી

21
0

રામ અને “રાષ્ટ્ર” પર “સમાધાન” થઈ શકે નહીં : આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને છ વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કરી દીધા

(જી.એન.એસ),તા.૧૧

નવીદિલ્હી,

કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને છ વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કરી દીધા છે. તેમણે તાજેતરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને કાર્યક્રમમાં હાજરી ન આપવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી. પ્રમોદ કૃષ્ણમ પણ પીએમ મોદીને મળી ચુક્યા છે અને અનેક પ્રસંગોએ કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા છે જે બાદ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસમાંથી હાકી કાઢ્યા બાદ પ્રમોદ કૃષ્ણમની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે રાહુલ ગાંધીને ટેગ કર્યા છે.

X પર પોસ્ટ શેર કરતા આચાર્ય પ્રમોદ ક્રિષ્ણમ કહ્યું કે રામ અને “રાષ્ટ્ર” પર “સમાધાન” થઈ શકે નહીં. તેમણે રાહુલ ગાંધીને સંબોધતા આ વાત કહી. તેમની પોસ્ટને રીટ્વીટ કરતી વખતે, કવિ કુમાર વિશ્વાસે વિનય પત્રિકામાંથી તુલસીદાસની પંક્તિઓ લખી. આ પંક્તિઓનો અર્થ એ છે કે જે લોકોને ભગવાન રામ અને માતા સીતા પ્રિય નથી તેવાને લાખો દુશ્મનોની જેમ પાછળ છોડી દેવો જોઈએ, પછી ભલે તે ગમે તેટલો પ્રિય હોય. પ્રહલાદે તેના પિતા હિરણ્યકશ્યપનો ત્યાગ કર્યો હતો, વિભીષણે તેના ભાઈ રાવણનો ત્યાગ કર્યો હતો અને વ્રજની ગોપીઓએ તેમના પતિનો ત્યાગ કર્યો હતો, પરંતુ તે બધા સુખ અને કલ્યાણ લાવ્યા હતા.

કોંગ્રેસનું કહેવું છે કે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ‘અનુશાસન’ અને પાર્ટી વિરુદ્ધ વારંવાર નિવેદન આપવાના આરોપમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે, પાર્ટીએ આ નિર્ણય પાછળનું ચોક્કસ કારણ જણાવ્યું નથી. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષે પ્રમોદ કૃષ્ણમને તેમના વારંવારના પક્ષ વિરોધી નિવેદનો અને અનુશાસનહીનતાની ફરિયાદોને કારણે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આચાર્ય પ્રમોદનું કહેવું છે કે પીએમ મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે તેમની મુલાકાત માત્ર તેમને કલ્કિ ધામના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવા માટે હતી. તેઓ સીએમ યોગીને પણ મળ્યા હતા, ત્યારબાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ તેજ થઈ હતી કે આચાર્ય પ્રમોદ ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ સાથે વધતી જતી નિકટતાને કારણે કોંગ્રેસની છાવણીમાં ખળભળાટ મચી ગયો હતો, જેની અસર આખરે જોવા મળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી મોદી 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે
Next articleપાકિસ્તાનમાં ચૂંટણીમાં હિંસા અને ધાંધલધમાલને લઈને કેનેડા સરકારનું નિવેદન