Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કોંગ્રેસની નારાબાજીનો પ્રધાનમંત્રીએ આપ્યો જડબાતોડ જવાબ- ‘મોદીની કબર નહીં કમળ ખિલશે’

કોંગ્રેસની નારાબાજીનો પ્રધાનમંત્રીએ આપ્યો જડબાતોડ જવાબ- ‘મોદીની કબર નહીં કમળ ખિલશે’

59
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ચૂંટણી રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે મેઘાલયની રાજધાની શિલાંગમાં એક રોડ શો કર્યો હતો. જેના પછી તેમણે તુરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. મેઘાલય અને નાગાલેન્ડમાં 60 વિધાનસભા સીટો માટે 27 ફેબ્રુઆરાના રોજ ચૂંટણી યોજાવાની છે. પીએમ મોદીએ શિલાંગની જનસભામાં કહ્યું કે, પૂર્વોતરમાં લોકોને વહેંચવાની કોશિશ કરવામાં આવી, અમે તેમને સાથે લાવ્યા છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે જેવી રીતે તમે જાનદાર અને શાનદાર રોડ શો કર્યો છે… તમારો આભાર, તમારો આ પ્રેમ અને તમારો આ આશિર્વાદ… હું તમારૂં આ ઋણ જરૂરથી ઉતારીશ. તમારા આ પ્રેમ અને આશિર્વાદના ઋણને મેઘાલયનો વિકાસ કરીને ચૂકવીશ. તમારા કલ્યાણના કામને ગતિ આપીને ચૂકવીશ. તમારા આ પ્રેમને હું બેકાર નહીં જવા દઉ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, મેઘાલય કેન્દ્ર સરકારની એક્ટ ઇસ્ટ પોલીસોનો સ્તંભ બની રહ્યું છે. મેઘાલય હવે એવી સરકાર ઇચ્છી રહ્યું છે જે પોતાના પરિવારની નહીં પણ લોકોનું ધ્યાન રાખે.

મેઘાલયના ખુણે-ખુણે રચનાત્મક્તા છે, પોતાના રાજ્યની સંસકૃતિ પર ગર્વ કરનારા લોકો છે. ભારત સફળતાની નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે અને મેઘાલય તેમા મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને તેના નેતાઓ પર વ્યંગ કસ્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક લોકો જેમને દેશના લોકોએ નકારી કાઢ્યા છે તેઓ ઉદાસીમાં ડૂબેલા છે અને હવે કહી રહ્યા છે કે, ‘મોદી તારા કબર ખોદાશે’, પરંતુ દેશની જનતા કહી રહી છે કે ‘મોદી તમારૂ કમળ ખિલશે’.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ટિપ્પણી કોંગ્રેસ નેતાઓ દ્વારા દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર કરવામાં આવેલ નારાબાજી બાદ આવી છે. પીએમ મોદીએ શિલાંગમાં પોતાના રોડ શોને લઇ કહ્યું,‘આ રોડ શોની તસવીરોએ દેશના ખુણે-ખુણે તમારો સંદેશ પહોંચાડી દીધો છે. મેઘાલયમાં ચારેય તરફ ભાજપ જ દેખાઇ રહ્યું છે. પર્વતીય હોય કે મેદાની વિસ્તાર… ગામડું હોય કે શહેર, દરેક તરફ કમળ ખિલતું નજર આવી રહ્યું છે.

મેઘાલયના હિતોને ક્યારેય પ્રાથમિક્તા આપવામાં આવી નથી. તમને નાના-નાના મુદ્દાઓ પર વહેંચી દેવામાં આવ્યા. આ પ્રકારની રાજનીતિએ તમારૂ ઘણુ નુક્સાન કર્યું છે. અહીંના યુવાઓને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. યુવાનો, મહિલાઓ, વેપારીઓ, સરકારી કર્મચારીઓ, દરેક વ્યક્તિ ભાજપ સરકારની માંગ કરી રહ્યા છે. મેઘાલયની સાથોસાથ ઉત્તર પૂર્વના લોકોમાં જે જનસમર્થન દેખાઇ રહ્યું છે, તે કેટલાક પરિવારોના સ્વાર્થી કામનું પરિણામ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેઘાલય વંશવાદી રાજકારણથી મુક્ત હોવું જોઈએ. માત્ર દિલ્હીમાં જ નહીં, અહીં પણ પારિવારિક પાર્ટીઓએ તેમની તિજોરી ભરવા માટે મેઘાલયને એટીએમમાં ફેરવી દીધું છે. રાજ્ય સરકારના અવરોધોને કારણે માર્ગ, રેલ અને હવાઈ જોડાણનો અભાવ મેઘાલયમાં વિકાસમાં હંમેશા અવરોધ ઊભો કરે છે.

છેલ્લા 9 વર્ષો દરમિયાન કેન્દ્રની ભાજપ સરકારે મેઘાલય અને પૂર્વોત્તરના વિકાસને સુનિશ્ચિત કરવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવી છે. મેઘાલયના હિતોને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. રાજ્ય હવે પરિવાર-પ્રથમ સરકાર નહીં, પરંતુ લોકો-પ્રથમ સરકાર ઇચ્છે છે. આજે કમળનું ફૂલ મેઘાલયની શક્તિ, શાંતિ અને સ્થિરતાનું પ્રતીક બની ગયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રિટનમાં આર્થિક મંદીના કારણે સુપરમાર્કેટમાં ચોક્કસ લિમિટનો બ્રિટન સરકારનો વિચિત્ર હુકમ
Next articleમેરઠમાં અકસ્માત, નિર્માણાધીન કોલ્ડ સ્ટોરેજનું લેન્ટર ધરાશાયી થતા 5 મજૂરોના મોત