કોંગ્રેસમાં હવે ધરમૂળથી ફેરફારની તૈયારીઓ શરૂ!
(જી.એન.એસ) તા. 20
નવી દિલ્હી,
હમણાં થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધી ગુજરાતમાં પાર્ટીના નેતાઓની મુલાકાત લીધી હતી અને બેઠકો પણ કરી હતી, ત્યારે હવે કોંગ્રેસે દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હી બોલાવ્યા છે. જોકે આ એક્શનનો ઉદ્દેશ્ય કોંગ્રેસ સંગઠનને ફરી પગભર કરીને મજબૂત કરવાનો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે સૂત્રો થકી મળતી માહિતી મુજબ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા દેશભરમાંથી આવનારા 700 જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે 3 દિવસ માટે મહામંથન યોજાવાનું છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ ત્રણ બેચમાં આ બેઠક કરશે અને તમામને કોંગ્રેસના નવા સંગઠનીય માળખાની ઓળખ કરાવશે. તેનો ઉદ્દેશ્ય પાર્ટીને ધરમૂળથી મજબૂત કરવાનો છે. આગામી 27 અને 28 માર્ચ તથા 3 એપ્રિલના રોજ તબક્કાવાર રીતે કોંગ્રેસી જિલ્લા પ્રમુખ દિલ્હી પહોંચશે. અહીં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જૂન ખડગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને એઆઇસીસીના સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ તમામ સાથે મહામંથન કરશે.
AICCના મહાસચિવ અને ઇન્ચાર્જની એક બેઠકમાં આ રીતે 700 જિલ્લા અધ્યક્ષને દિલ્હી બોલાવવાનો નિર્ણય લેવાયો હતો જેમાં પાર્ટી અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી પણ જોડાયા હતા. બેઠકમાં પ્રિયંકા ગાંધી સહિત અમુક નેતાઓના અનૌપચારિક સમૂહ દ્વારા તૈયાર કરાયેલા સંગઠનીય મજબૂતીની રૂપરેખા અંગે પણ ચર્ચા કરાઈ હતી.
કોંગ્રેસમાં 16 વર્ષ બાદ આવી કોઈ બેઠક યોજાવા જઈ રહી છે જે પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ સાબિત થવાની છે. સૂત્રો મુજબ આ પહેલનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ કરાશે જ્યાં 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. બેઠકમાં DCCના અધ્યક્ષોને ઉમેદવારોની પસંદગીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સત્તા આપવા અને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકાશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ મામલે જણાવતાં કહ્યું કે, આ બેઠક અમારા જિલ્લા એકમને સશક્ત બનાવવા અને સંગઠનને નવી દિશા આપવા માટે એક ઐતિહાસિક પગલું સાબિત થશે. અમારું લક્ષ્ય ગ્રાઉન્ડ લેવલે પાર્ટીને મજબૂત કરવાનું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.