Home ગુજરાત કેવી કરૂણતા કહેવાયઃ નઠારા-નઘરોળ તંત્ર સામે કોરોના વોરિયર્સને હાઇકોર્ટના દ્વાર ખટખટાવવા પડ્યા…!

કેવી કરૂણતા કહેવાયઃ નઠારા-નઘરોળ તંત્ર સામે કોરોના વોરિયર્સને હાઇકોર્ટના દ્વાર ખટખટાવવા પડ્યા…!

154
0
SHARE

ડોક્ટરોને બચાવવા મેડિકલ એસો.ની આખરે હાઇકોર્ટમાં રીટ
તંત્રને ડોક્ટરના નોલેજ પર વિશ્વાસ હોવો જોઇએ, નહીંતર કામ કઇ રીતે થાય…?
કોરોનાની લડાઇમાં અમારા પાંચ ડોક્ટરો શહિદ થઇ ગયા, ૫૦ સંક્રમિત બન્યા-ડો. મોનાબેન દેસાઇ
ડોક્ટરો કહે છે અમારૂ ટેસ્ટીંગ કરાવો, સરકાર કહે છે કે નહીં….!
(જી.એન.એસ,વિશેષ અહેવાલ)ગાંધીનગર,તા.૨૮
ગુજરાતમાં કોરોના મહામારીનો સામનો કરવામાં રાજકારણીઓ કરતાં જેઓ સૌથી આગળ છે અને સરકાર જેમને કોરોના વોરિયર માનીને તેમનું હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વરસાવીને સન્માન કરવામાં અગ્રેસર છે, એ જ સરકારની કામગીરી સામે પ્રશ્નાર્થ સમાન કોરોના વોરિયર એવા ડોક્ટરોના સંગઠન અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રીટ કરીને તમામ ડોક્ટરોનું કોરોના ટેસ્ટીંગ ફરજિયાત કરાવવની માંગ કરતા સરકારની પોલ પણ ખુલી પડી ગઇ છે. નોંધનીય છે કે ચાલુ સપ્તાહમાં જ હાઇકોર્ટે કોરોનાના મામલે સીવીલ હોસ્પિટલના અંધેર તંત્ર સામે રૂપાણી સરકારનો બરાબરનો ઉધડો લઇ નાંખ્યો હતો અને સીવીલમાં સામાન્ય દર્દીની સારવાર માણસ સમજીને કરવા નહીં કે જાનવર સમજીને,,,એવી ગંભીર ટીપ્પણી કરવાની ફરજ પડી હતી. સીવીલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે દોજખ બની ગયું હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું. હજુ આ મામલો થાળે પડે તે પહેલા ડોક્ટરોને પોતાના જાનની ખાતર હાઇકોર્ટમાં જવાની ફરજ પડી છે.
એમદાવાદ મેડિકલ એસો.ના પ્રમુખ ડો. મોનાબેન દેસાઇએ જીએનએસ સાથેની એક ખાસ મુલાકાતમાં આ અંગે વિસ્તૃત માહિતી આપતાં કહ્યું કે હાં, અમારે ડોક્ટરોના જાનની સલામતી માટે હાઉઇકોર્ટના દરવાજા ખટખટાવવાની ફરજ પડી છે. કેમ કે ગુજરાત સરકાર કોરોનાની સારવાર કરનાર અને કોરોના સિવાયની અન્ય તબીબી સેવા આપનાર ડોક્ટરોના કોરોના ટેસ્ટીંગ માટે તૈયાર નથી.
કેમ રીટ કરવી પડી તે અંગે તેમણે કહ્યું કે, કોરોના સામેની લડાઇમાં અમારા પાંચ ડોક્ટરો શહિદ થઇ ગયા છે. ૪૦થી ૫૦ ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સરકાર ટેસ્ટીંગ માટે તૈયાર નથી. અમારા પાંચ ડોક્ટરોના કોરોનાથી મોત થયા છે. શેને માટે…? શું કરવાનું અમારે…? અમારા ડોક્ટરોની પણ જિંદગી છે, તેમના ઘર પરિવાર છે. અમે કોરોનામાં કામ કરવાની ના પાડી નથી. પણ જ્યારે ડોક્ટર એમ કહે કે અમે કોરોનાના પેશન્ટની સારવાર કરીએ છીએ ત્યારે સંભવ છે કે ક્યાંક તેમનો ચેપ લાગી જાય તો….? તેથી ડોક્ટરોની એક જ માંગણી છે કે અમારા કેરોના ટેસ્ટ કરાવો, બસ.
તેમણે કહ્યું કે સીરીયસ પેશન્ટ કે કેસમાં ટેસ્ટીંગ માટે ૪-૫ દિવસની રાહ જોવાય નહીં. ટેસ્ટીંગના વર્તમાન નિયમો યોગ્ય નથી. જે ડોક્ટર સીરવાર કરે તેના પર વિશ્વાસ રાખવો જોઇએ, ડોક્ટર કહે કે ટેસ્ટ કરાવો તો ટેસ્ટ કરાવવુ જોઇએ. ડોક્ટરોના નોલેજ પર વિશ્વાસ રાખવો જોઇએ. અને આ આખી કોરોનાની ગંભીર પરિસઅતિતિમાં અમે એટલે કે ડોક્ટરો રીસીવિંગ એન્ડ પર છીએ આખો છેવટનો ભાર અમારા ઉપર આવે. અમારા પાંચ ડોક્ટોએ જાન ગુમાવ્યા, શેના માટે…. શુ કરવાનુ….? અમારું જીવન જોખમમાં મૂકીને કામ કરીએ છીએ ત્યારે સારવાર કરનાર ડોક્ટરોનું જીવન બચાવવા ટેસ્ટીંગ કરાવો, અમે બીજુ કાંઇ માંગતા નથી.
તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે કોઇ ગંભીર પેશન્ટના કેસમાં કોરોના ટેસ્ટ માટે, ઓપરેશન પહેલા ૪-૫ દિવસ રાહ જોઇ શકાય નહી. ઓપરેશન થઇ ગયું અને પેશન્ટ પોઝીટીવ નિકળ્યો તો શું….? તેની જવાબદારી કોની….? તેથી કોરોના ટેસ્ટીંગ કરાવો એ જ અમારી માંગણી છે.
આઇસીએમઆરની નીતિ અંગે તેમણે ઉમેર્યું કે. માત્ર રૂલ્સ રેગ્યુલેશનથી દુનિયા ના ચાલે દરેકના અલગ લક્ષણો હોય. અને આવા નિયમો પ્રટીલ હોવા જોઇએ. જડ નહીં. સીરીયસ પેશન્ટમાં આ નીતિ ના ચાલે. અમે બીજુ કાંઇ માંગતા નથી, ટેસ્ટીંગ કરાવો…કેમ કે બધાનો ફોલ્ટ અમારા ઉપર આવે છે. બધો ભાર અમારા ઉપર છે. ડોક્ટર ઉપર જ તંત્રને વિશ્વાસ ના હોય તો એ ડોક્ટર કઇ રીતે કામ કરે…? ડોક્ટરો કહે કે ટેસ્ટ કરાવો તો કરાવવો જોઇએ.
અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સારવાર કરનાર ડોક્ટરો પૈકી ૫ ડોક્ટરોના કોરોના ચેપથી મોત થયા છે. અને એક અહેવાલ પ્રમાણે, ૧૦૦ કરતાં વધારે ડોક્ટરો સંક્રમિત થયા છે. તેથી ડોક્ટરોના હિતમાં અમદાવાદ મેડિકલ એસો. દ્વારા સરકાર સામે રીટ કરવામાં આવી છે.

Print Friendly, PDF & Email