Home દેશ - NATIONAL કેરળના વાયનાડના મેપ્પડીમાં ધોધમાર વરસાદ પછી ભૂસ્ખલન, રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું

કેરળના વાયનાડના મેપ્પડીમાં ધોધમાર વરસાદ પછી ભૂસ્ખલન, રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું

27
0

અલગ-અલગ હોસ્પિટલમાં 70 મૃતદેહો મળ્યા, સેંકડો લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા

(જી.એન.એસ),તા.૩૦

મેપ્પડી (કેરલ)

કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે મેપ્પડીની આસપાસના વિસ્તારોમાં ભૂસ્ખલન થયુ છે. ત્યારબાદ ચારેબાજુ વિનાશ જોવા મળ્યો છે. સેંકડો લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર ફોર્સ અને NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની બીજી ટીમ વાયનાડ પહોંચી ગઈ છે. કન્નૂરની બે સુરક્ષા ટીમોને પણ વાયનાડ મોકલાઈ છે. NDRF અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું છે. આ દરમિયાન કેરળના મંત્રી વીણા જ્યોર્જે કહ્યું, અમે અમારા લોકોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. અમને અલગ-અલગ હોસ્પિટલમાં 70 મૃતદેહો મળ્યા છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અમે ઘાયલોની યોગ્ય સારવારની ખાતરી આપી છે. NDRF અને નાગરિક સંરક્ષણ ટીમો ત્યાં હાજર છે. ટૂંક સમયમાં નેવીની ટીમ પણ ત્યાં પહોંચશે. આ વિસ્તારમાં એક પુલ પણ ધોવાઈ ગયો છે. PM મોદીએ દુ:ખ વ્યક્ત કરી છે. તેમજ કોંગ્રેસના નેત રાહુલ ગાંધી વાયનાડ જાય તેવી શક્યતાઓ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહવે હર્ષ સંઘવીના નામે ફેક આઈડી બનાવવામાં આવ્યું
Next articleબગસરા થી રાજકોટ જતી બસનાં ડ્રાઈવરને ઝોંકુ આવી જતા મહિલાને અડફેટે લીધી