Home દેશ - NATIONAL કેરલના કોચ્ચિમાં એક યંગ મૉડલ સાથે ચાલતી કારમાં થયું દુષ્કર્મ, 3ની થઈ...

કેરલના કોચ્ચિમાં એક યંગ મૉડલ સાથે ચાલતી કારમાં થયું દુષ્કર્મ, 3ની થઈ ધરપકડ

42
0

કેરલના કોચ્ચિથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છએ. અહીં એક યંગ મોડલ સાથે ચાલતી કારમાં દુષ્કર્મની ઘટના ઘટી છે. ઘટના ગુરુવાર રાતની હોવાનું કહેવાય છે. હાલમાં આ મામલામાં એક મહિલા સહિત ત્રણ યુવકોની ધરપકડ થઈ છે. પોલીસનું કહેવુ છે કે, દારુના નશામાં આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોડલ ગત રાતે પોતાના એક દોસ્ત સાથે કોચ્ચિના એક બારમાં ગઈ હતી. મોડી રાતે તે બારમાં પડી ગઈ હતી. જેને જોઈને આરોપી યુવકોએ તેની મદદ કરવાની વાત કહી અને તેને ઘરે લઈ જવાનું કહી પોતાની કારમાં બેસાડી. ત્યાર બાદ આરોપી યુવકે પોતાની કારને શહેરમાં ફેરવતા રહ્યા.

ગાડીની અંદર આરોપીઓએ મોડલ સાથે રેપ કર્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ તેને કક્કનાડમાં તેના ઘરની સામે છોડીને ભાગી ગયા. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતાએ પોતાની એક દોસ્તને જાણકારી આપી. બાદમાં શુક્રવારે તેની ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળ્યા બાદ પોલીસ તે બારમાં ગઈ જ્યાંથી પીડિતાના આરોપીઓએ પીડિતાને પોતાની કારમાં બેસાડી હતી. ત્યાર બાદ પોલીસે પીડિતાની દોસ્તોની અટકાયત કરી તેની સાથે પુછપરછ કરી. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી યુવક કોડુંગલ્લૂર વિસ્તારના છે. ત્યાર બાદ પોલીસે આરોપી યુવકોની ધરપકડ કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાહુલ ગાંધીના આરોપ પર સાવરકરના પૌત્ર ભડક્યા, સાવરકરના પૌત્રએ સ્પષ્ટ કહી આ વાત
Next articleઆફતાબે શારીરિક શોષણ અનેકવાર કર્યું સુન્ન થઈ ગયા હતા શ્રદ્ધાના નીચેના અંગો!