Home દુનિયા - WORLD કેમ વિશ્વ સામાજિક ન્યાય દિવસની કરાય છે ઉજવણી? જાણો તેનું ખાસ મહત્વ

કેમ વિશ્વ સામાજિક ન્યાય દિવસની કરાય છે ઉજવણી? જાણો તેનું ખાસ મહત્વ

101
0

વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવા પાછળનો મુખ્ય હેતુ સામાજિક અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને ગરીબી, લિંગ, શારીરિક ભેદભાવ, નિરક્ષરતા, ધાર્મિક ભેદભાવને ખતમ કરવા માટે વિવિધ સમુદાયોને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક લાવવાનો છે. જેનાથી સામાજિક રીતે એકીકૃત સમાજ બનાવવામાં આવી શકે.

ઉજવણીનો મુખ્ય હેતુ વિષે જાણો.. લોકોને સામાજિક ન્યાયના સિદ્ધાંતો વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવણી કરાય છે. જેથી કરીને યુવાઓને સામાજિક અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા અંગે તથા લિંગ, આયુ, નસ્લ, જાતિય, ધર્મ, સંસ્કૃતિ કે અક્ષમતાઓ અંગેના વિધ્નો દૂર કરવા માટે જાગૃત કરી શકાય. આ દિવસે અનેક શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરે છે અને ગરીબ, સામાજિક, અને આર્થિક બહિષ્કાર કે બેરોજગારી સંબંધિત વિષયો પર કાર્યક્રમ પણ યોજે છે.

ઈતિહાસ વિષે જાણો.. 26 નવેમ્બર 2009માં પોતાના 62માં સેશનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 20 ફેબ્રુઆરીને વૈશ્વિક સામાજિક ન્યાય દિવસ તરીકે જાહેર કર્યો. પહેલીવાર 20 ફેબ્રુઆરી 2009ના રોજ આ દિવસની ઉજવણી થઈ. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) એ 10 જૂન 2008ના રોજ નિષ્પક્ષ વૈશ્વીકરણ માટે સામાજિક ન્યાય પર ILO ઘોષણાને સર્વસંમતિથી અપનાવી હતી. તે ILO ના 1919ના બંધારણ બાદથી આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલન દ્વારા અપનાવવામાં આવેલા સિદ્ધાંતો અને નીતિઓનું ત્રીજુ પ્રમુખ કથન છે.

આ વખતની થીમ વિષે પણ જાણી લો.. દર વર્ષે સામાજિક ન્યાયનો વિશ્વ દિવસ ઉજવવા માટે એક વિષય પસંદ કરાય છે. ગત વર્ષ 2022માં વિશ્વ સામાજિક ન્યાય દિવસનો વિષય અચિવિંગ સોશિયલ જસ્ટિસ થ્રુ ફોર્મલ એમ્પ્લોયમેન્ટ હતો. જ્યારે આ વર્ષે 2023ના રોજ વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડેની થીમ સામાજિક ન્યાય માટે બાધાઓ પર કાબૂ મેળવવો અને અવસરો ઉજાગર કરવા (Overcoming Barriers and Unleashing Opportunities for Social Justice) છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાયરલ વીડિયોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના પગને પરોડતા – ઝટકતા જોવા મળ્યા!..
Next articleઆ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, હીટવેવથી આખા દેશમાં હાહાકાર મચશે : હવામાન વિભાગ