Home દેશ - NATIONAL કેમ અચાનક વધવા લાગ્યા તાવ અને શરદીના કેસ, Covid19-H3N2નો ડબલ એટેક

કેમ અચાનક વધવા લાગ્યા તાવ અને શરદીના કેસ, Covid19-H3N2નો ડબલ એટેક

69
0

કોરોના વાયરસે ફરી એકવાર લોકોમાં ભય પેદા કર્યો છે. જ્યારથી નવા વાયરસે દસ્તક આપી છે, જોકે, દર વર્ષે અચાનક કોરોનાના કેસ વધતા જોવા મળ્યા છે. અને ફરીથી તે જ થવા જઈ રહ્યું છે. જોકે, હવે લોકો કોરોના સાથે જીવતા પણ શીખી ગયા છે, પરંતુ જેમ જેમ કેસ ઓછા થાય ત્યારે, કોરોનાના ડરની સાથે સાથે લોકો ભયમુક્ત અને બેદરકાર પણ થઈ જતા હોય છે. એક સમય હતો જ્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હતા અને માસ્ક પહેરતા હતા, પરંતુ હવે લોકો ધીમે ધીમે આ બધું ભૂલી રહ્યા છે, તેના કારણે હવે કોરોનાએ પણ માથુ ઉચક્યુ છે, તમને જણાવી દઈએ કે, h3n2 વાયરસ ઝડપથી વધી રહ્યો છે, અને બંનેના લક્ષણો પણ સરખા જોવા મળ્યા છે. INSACOG રિપોર્ટ અનુસાર, 76 સેમ્પલના જીનોમ સિક્વન્સિંગમાં જાણવા મળ્યું છે કે, કોવિડનું નવું વેરિઅન્ટ XBB1.16 કારણ છે, અને તેના કારણે કેસ વધવા લાગ્યા છે. આ નવો પ્રકાર XBB1.16 કેટલો ઘાતક છે?.. તે જાણો.. XBB1.16 કોવિડનું નવું સ્વરૂપ છે, તેના કારણે છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના નવા કેસોમાં વધારા પાછળ તેના પેટા વેરિઅન્ટ XBB.1.16 અને XBB.1.15 હોવાની શક્યતા અગાઉ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી. તમને જણાવી દઈએ કે, XBB.1.16 વેરિઅન્ટ કારણ 76 કેસોના જીનોમ સિક્વન્સિંગમાં જણાવવામાં આવી રહ્યું છે. આ XBB 1.16 વેરિઅન્ટ ક્યારે મળ્યો?.. તે જાણો.. XBB 1.16 વેરિઅન્ટ પ્રથમ જાન્યુઆરીમાં શોધી કાઢવામાં આવ્યો હતો, જ્યારે બે સેમ્પલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં કુલ 59 સેમ્પલ અને માર્ચમાં 15 કેસ જોવા મળ્યા હતા, જ્યારે બ્રુનેઈ, યુએસ અને સિંગાપોરમાં પણ આ વેરિઅન્ટના કેસ નોંધાયા છે. INSACOG ડેટા અનુસાર, COVID-19 ના XBB.1.16 પ્રકારના કુલ 76 કેસ મળી આવ્યા છે. કયા રાજ્યોમાં વાયરસ મળી આવ્યો છે?…. જેમાં કર્ણાટક (30), મહારાષ્ટ્ર (29), પુડુચેરી (7), દિલ્હી (5), તેલંગાણા (2), ગુજરાત (1), હિમાચલ પ્રદેશ (1) અને ઓડિશા (1).

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી… નિફ્ટી ફયુચર ૧૭૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next article14 વર્ષની છોકરી બોલી મારી મરજીથી બાંધ્યા છે સેક્સ સંબંધો : હાઈકોર્ટે આ કેસમાં છોકરા સામે POCSO એક્ટ હેઠળ આરોપો ઘડ્યા