Home વ્યાપાર જગત કેપિટલ ગુડ્સ, આઈટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી યથાવત્…!!

કેપિટલ ગુડ્સ, આઈટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી યથાવત્…!!

SHARE
Bull and bear , symbolic beasts of market trend.

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૬.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૨૭.૯૮ સામે ૫૩૪૬૮.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૩૧૨૦.૭૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૮.૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૩.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૧૬૧.૨૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૧૨.૩૦ સામે ૧૫૮૯૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૮૧૯.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૧.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૫.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૩૮.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત નોંધપાત્ર ઉછાળા સાથે થઈ હતી. ક્રૂડની નરમાઈ છતા વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂત ચાલને કારણે ભારતીય ચલણમાં હાલ દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે જો કે ક્રુડ તેલના ભાવમાં ઘટાડો, ફુગાવો નીચે આવવાની ધારણાં, ચોમાસાની સારી પ્રગતિ તથા વિદેશની બજારોમાં સુધારાની અસરે સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવાયો હતો. ભારતીય શેરબજાર માટે હાલમાં એવા કોઈ નેગેટિવ અહેવાલો નથી, ત્યારે અગાઉના અહેવાલોને બજારે હાલમાં ડીસ્કાઉન્ટ કર્યાનું જણાતા ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે વૈશ્વિક બજારોમાં બોન્ડ યીલ્ડમાં વૃદ્વિ સાથે મજબૂતી આવતાં અને કોમોડિટીઝના ભાવોમાં ઘટાડાની પોઝિટીવ અસર આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

વિદેશી રોકાણકારોની એક તરફી વેચવાલીને પગલે સ્થાનિક ચલણમાં પણ ઘસારો જોવા મળી રહ્યો છે. ઈક્વિટી અને ડેટ માર્કેટમાંથી FIIની એક્ઝિટને કારણે રૂપિયો ઈતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે ત્યારે વૈશ્વિક બજારોની રાહે ભારતીય શેરબજારમાં પણ આજે સતત ફંડોએ કેપિટલ ગુડ્સ, આઈટી, ટેક, મેટલ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, પાવર અને ટેલિકોમ શેરોમાં લેવાલી કરતાં બીએસઇ સેન્સેક્સ ૪૩૩ પોઈન્ટ ઉછળીને અને નિફટી ફ્યુચર ૧૨૫ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડોએ આજે સપ્તાહના પ્રથમ દિવસે અવિરત પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ વધાર્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી રહેતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૨.૩૯ લાખ કરોડ વધીને રૂ.૨૪૪.૬૬  લાખ કરોડ નોંધાયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ, આઈટી, ટેક, મેટલ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, પાવર અને ટેલિકોમ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૬૭ અને વધનારની સંખ્યા ૨૩૬૦ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મોંઘવારી સામે કેન્દ્ર સરકારે કેટલાક પગલાં લીધા છે તેના કારણે સ્ટીલ, ખાધતેલ અને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રાહત મળી છે પણ ફુગાવાનો દર રિઝર્વ બેંકની ધારણા અનુસાર ડિસેમ્બર સુધી ઘટશે એવી શક્યતા ઓછી છે. દરમિયાન, યુરોપમાં ચાલી રહેલા યુદ્ધના કારણે અર્થતંત્ર ઉપર અસર પડશે અને આર્થિક વિકાસ દર ધીમો પડી શકે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. મહિનાના પ્રથમ સપ્તાહમાં ધિરાણ નીતિની સમીક્ષા સમયે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સ્થાનિક અને વિદેશી પરિબળોના કારણે ગ્રાહક ભાવાંક આધારિત મોંઘવારી સરેરાશ ૬.૭% રહેશે એવો અંદાજ રિઝર્વ બેન્કે કર્યો હતો. ફેબ્રુઆરીમાં આ અંદાજ ૪.૫% હતો, જે એપ્રિલમાં વધી ૫.૭% અને હવે ૬.૭% થઇ ગયો છે.

રિઝર્વ બેંકના ગવર્નરે વ્યાજ દરના વધારાની જાહેરાત સાથેના નિવેદનમાં જણાવ્યું હતું કે ફુગાવો એપ્રિલથી જૂન વચ્ચે ૭.૫%, જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૭.૪ %, ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ૬.૨% અને જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૩ વચ્ચે ૫.૮% રહે એવો અંદાજ છે. એપ્રિલ મહિનામાં ૭.૭૯%ની આઠ વર્ષની ઉંચી સપાટી બાદ મે મહિનામાં ગ્રાહક ભાવાંક આંશિક ઘટયો હોવા છતાં તે રિઝર્વ બેંકના લક્ષ્ય બે ટકાથી છ ટકાની સપાટી કરતા સતત પાંચમાં મહીને ઉંચો રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ સરેરાશ ૧૦૫ ડોલર પ્રતિ બેરલ અને ચોમાસું વરસાદ સારો લાવે તો છતાં પણ મોંઘવારીમાં ડિસેમ્બર સુધી કોઇ રાહત મળવાની શક્યતા જોવાતી નથી.

Print Friendly, PDF & Email