Home દેશ - NATIONAL કેન્દ્ર સરકાર ‘સલામત જાઓ પ્રશિક્ષિત જાઓ’ અભિયાન અંતર્ગત સ્મારક ટપાલ ટિકિટ જાહેર...

કેન્દ્ર સરકાર ‘સલામત જાઓ પ્રશિક્ષિત જાઓ’ અભિયાન અંતર્ગત સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરશે

54
0

વિદેશ મંત્રાલય દ્વારા ‘સલામત જાઓ પ્રશિક્ષિત જાઓ’ અભિયાન અંતર્ગત એક સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવશે. વિદેશમાં રોજગાર અર્થે જતા નાગરિકો સુરક્ષિત અને કાયદાકીય ચેનલનો ઉપયોગ કરે, તેના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ રીતે વિદેશ જતા પ્રવાસીઓ નિર્વિધ્ન રીતે ત્યાં જઇ શકશે અને એકીકૃત થઇને તેમની કાર્યક્ષમતા વધારી શકશે. મંત્રાલયના અનોખા અભિયાનને વધુ વેગ આપવા માટે, 9મી જાન્યુઆરીએ 17મા પ્રવાસી ભારતીય દિવસના અવસરે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક ટપાલ ટિકિટ જાહેર કરશે, જે આ વિષયને સમર્પિત હશે.

પ્રવાસી શ્રમિકોનો નબળો વર્ગ અત્યારે ગેરકાયદે રીતે ચાલતી પ્રવૃત્તિઓના લીધે છેતરપિંડીનો શિકાર બની રહ્યો છે, જેમાં ખાસ કરીને ખાડી દેશોમાં જતા નાગરિકોની સંખ્યા વધારે છે. તેમાં કામદારો, ઘરમાં કામ કરતા શ્રમિકો, ગૃહિણીઓ, ડ્રાઇવર, રેસ્તરાંમાં કામ કરતા શ્રમિકો અને અન્ય બ્લૂ કોલર જોબ શ્રેણીમાં આવતા લોકોને નબળો વર્ગ ગણવામાં આવે છે. 1983ના ઇમિગ્રેશન એક્ટ (સ્થળાંતર અધિનિયમ) અંતર્ગત તેમની ભરતી કરવામાં આવે છે. તેમની સાથે અવારનવાર છેતરપિંડી થતી હોવાથી વિદેશ મંત્રાલય ચિંતિત છે અને આ પ્રકારે ગેરકાયદે ચાલતી ચેનલોના ખતરા અંગે વિદેશ મંત્રાલય પ્રવાસીઓને જાગૃત કરવાની વિવિધ કામગીરી કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ કે, “વર્ષ 2015 થી ઇ-માઇગ્રેટ સિસ્ટમના આગમન સાથે અને પ્રવાસી શ્રમિકના કલ્યાણને ધ્યાનમાં રાખીને, ECR સ્થળાંતર કરનારાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર વૈધાનિક માધ્યમો એટલે કે ઇ-માઇગ્રેટ પોર્ટલ દ્વારા જ વિદેશમાં રોજગાર માટે સ્થળાંતર કરે. આ પોર્ટલ 200,000 થી વધુ વિદેશી નોકરીદાતાઓ અને 2500 થી વધુ નોંધાયેલા ભરતી એજન્ટો ધરાવે છે. પોર્ટલ પર અધિકૃત અને બિન-અધિકૃત ભરતી એજન્સીઓની યાદી પણ છે. સલામત અને કાયદાકીય માધ્યમો પર માહિતીનો પ્રસાર કરી શકાય અને વિદેશી રોજગારની તકોના લાભમાં વધારો કરી શકાય તે માટે મંત્રાલય અનેક રાજ્ય સરકારો અને સંબંધિત હિતધારકો સાથે પણ સંકલન કરી રહ્યું છે. વિદેશોમાં ભારતીય મિશનો પણ છેતરપિંડી અને ગેરકાયદેસર ચેનલો દ્વારા નકલી નોકરીની ઓફર વિશે સલાહ દ્વારા ભારતીય નોકરી શોધનારાઓને સચેત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleE-Challan ઓનલાઈન ચેક આ રીતે કરી શકાશે, દંડ પણ આ રીતે ઘરબેઠા ભરી શકશો
Next articleબાલાસિનોરની GIDCમાંથી પ્રતિબંધિત 21 લાખથી વધુની ચાઈનીઝ દોરી ઝડપાઈ