Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કેન્દ્ર સરકારે મે 2022 થી ડિસેમ્બર 2024 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 38...

કેન્દ્ર સરકારે મે 2022 થી ડિસેમ્બર 2024 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 38 વિદેશ પ્રવાસો પર 258.9 કરોડ રૂપિયા ખર્ચ કર્યા

81
0

(જી.એન.એસ) તા. 21

નવી દિલ્હી,

કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે, જૂન 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પર 22 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. જ્યારે 2022 અને 2024 વચ્ચે તેમની 38 વિદેશ યાત્રાઓ પર કુલ 258 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, જેમાં હોટલ, સુરક્ષા અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ મે 2022થી ડિસેમ્બર 2024 દરમિયાન વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર કેટલો ખર્ચ થયો હતો. 

રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ, 32 મહિનામાં તેમણે 38 વિદેશયાત્રાઓ કરી હતી, જેમાં કુલ 258 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો 80,01,483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કે જૂન, 2023માં અમેરિકાની મુલાકાત દરમિયાન સૌથી વધુ 22,89,68,509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

  • વર્ષ 2022માં વડાપ્રધાન મોદી મે મહિનામાં જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, નેપાળ અને જાપાન ગયા હતા. એ જ વર્ષે તેઓ જૂન મહિનામાં યુએઈ અને જર્મની, સપ્ટેમ્બરમાં જાપાન અને ઉઝબેકિસ્તાન તથા નવેમ્બરમાં ઇન્ડોનેશિયા ગયા હતા.
  • વર્ષ 2023માં તેઓ મે મહિનામાં પાપુઆ ન્યૂ ગિની, ઓસ્ટ્રેલિયા અને જાપાન ગયા હતા. જૂનમાં અમેરિકા અને ઈજિપ્ત, જુલાઈમાં ફ્રાન્સ અને યુએઈ, ઑગસ્ટમાં દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ, સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયા તથા નવેમ્બર-ડિસેમ્બરમાં યુએઈ ગયા હતા.
  • વર્ષ 2024માં તેઓ ફેબ્રુઆરી મહિનામાં યુએઈ અને કતાર, માર્ચમાં ભૂટાન, જૂનમાં ઈટલી, જુલાઈમાં ઓસ્ટ્રિયા અને રશિયા, ઑગસ્ટમાં પોલેન્ડ અને યુક્રેન, સપ્ટેમ્બરમાં બ્રુનેઈ, અમેરિકા અને સિંગાપોર, ઑક્ટોબરમાં લાઓસ અને રશિયા, નવેમ્બરમાં નાઈજિરિયા, બ્રાઝિલ અને ગુયાના તથા ડિસેમ્બરમાં કુવૈત ગયા હતા.

2022માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ:-

દેશખર્ચ (રૂપિયા)
જર્મની9,44,41,562.00
ડેનમાર્ક5,47,46,921.00
ફ્રાન્સ1,95,03,918.00
નેપાળ80,01,483.00
જાપાન8,68,99,372.00
યુએઈ1,64,92,605.00
જર્મની14,47,24,416.00
જાપાન7,08,03,411.00
ઉઝબેકિસ્તાન1,57,26,709.00
ઇન્ડોનેશિયા4,69,52,964.00

2023માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ:-

દેશખર્ચ (રૂપિયા)
પાપુઆ ન્યુ ગિની8,58,04,677.00
ઓસ્ટ્રેલિયા6,06,92,057.00
જાપાન17,19,33,356.00
અમેરિકા22,89,68,509.00
ઈજિપ્ત2,69,04,059.00
ફ્રાન્સ13,74,81,530.00
યુએઈ1,45,06,965.00
દક્ષિણ આફ્રિકા6,11,37,355.00
ગ્રીસ6,97,75,753.00
ઈન્ડોનેશિયા3,62,21,843.00
યુએઈ4,28,88,197.00

2024માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ:-

દેશખર્ચ
યુએઈ5,31,95,485.00
કતાર3,14,30,607.00
ભુતાન4,50,27,271.00
ઈટાલી14,36,55,289.00
ઑસ્ટ્રિયા4,35,35,765.00
રશિયા5,34,71,726.00
પોલેન્ડ10,10,18,686.00
યુક્રેન2,52,01,169.00
બ્રુનેઈ5,02,47,410.00
અમેરિકા15,33,76,348.00
સિંગાપોર7,75,21,329.00
લાઓસ3,00,73,096.00
રશિયા10,74,99,171.00
નાઈજિરીયા4,46,09,640.00
બ્રાઝિલ5,51,86,592.00
ગુયાના5,45,91,495.00
કુવૈત2,54,59,263.00

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field