Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મલ્લિકાર્જૂન ખડગે અને જયરામ રમેશને લીગલ નોટિસ મોકલી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મલ્લિકાર્જૂન ખડગે અને જયરામ રમેશને લીગલ નોટિસ મોકલી

22
0

(જી.એન.એસ),તા.02

નવીદિલ્હી,

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કથિત ભ્રામક અને અધૂરો વીડિયો શેયર કરવાને લઈ કોંગ્રેસ પાર્ટીને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને માફી માગવા કહ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરવામાં આવેલો વીડિયો આખો નથી અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે.

નોટિસમાં કેન્દ્રીય મંત્રીના વકીલે કહ્યું છે કે વીડિયોના કેપ્શનને જાણી જોઈને છુપાવવામાં આવ્યુ છે. આ બદનામ કરવાનું ષડયંત્ર છે. વીડિયોને લઈ આપવામાં આવેલું શીર્ષક પણ બિલકુલ ખોટુ છે અને તથ્યાત્મક રીતે વાતોને તોડી મરોડીને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વકીલે કહ્યું કે મારા અસીલનું અપમાન કરવા અને તેને નીચુ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને પાર્ટીની વચ્ચે મતભેદ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વૈચારીક રીતે વિરોધી રાજકીય દળના સભ્ય હોવાના કારણે કોંગ્રેસ પાર્ટી તરફથી જાણી જોઈને ખોટી પોસ્ટ કરવામાં આવી છે. પોતાની સોશિયલ મીડિયા સાઈટ પર મારા ક્લાયન્ટ વિશે પુરી રીતે જાણ્યા બાદ જ કોઈ વીડિયો કે નિવેદનને આપવુ જોઈએ. તેથી અમે તમને કાયદાકીય નોટિસ મોકલી રહ્યા છે.
લીગલ નોટિસમાં સોશિયલ મીડિયા સાઈટથી તે નિવેદન કે વીડિયોને હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેની સાથે સાથે 3 દિવસની અંદર લેખિતમાં માફી માગવા કહેવામાં આવ્યુ છે. નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે કે જો તમારા તરફથી તે કામ નહીં કરવામાં આવે તો પછી અમારી પાસે દીવાની અને ફોજદારી બંને વિકલ્પ ખુલ્લા છે.

કોંગ્રેસ તરફથી 1 માર્ચ 2024એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેયર કરવામાં આવ્યો, લગભગ 19 સેકેન્ડના વીડિયોમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી કહેવામાં આવેલી વાતોને તોડીમરોડીને બતાવવામાં આવી છે. વીડિયોમાં ખેડૂત અને મજૂરને દુ:ખી બતાવવામાં આવ્યા છે, જે સીધો જ કેન્દ્ર સરકાર પર સવાલ ઉભો કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નેવલનીની પત્ની દ્વારા ઈમોશનલ ટ્વીટ
Next articleપાકિસ્તાનમાં ભારતના દુશ્મન આઝમ ચીમાનું હાર્ટ એટેકથી અવસાન થયું